Get The App

''વિરોધના નામે વિનાશનું તાંડવ ચાલે છે'' બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે શેખ હસીના આખરે મૌન તોડે છે

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
''વિરોધના નામે વિનાશનું તાંડવ ચાલે છે'' બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે શેખ હસીના આખરે મૌન તોડે છે 1 - image


- મારા પિતાશ્રી અને કુટુંમ્બીજનોની ૧૫ ઓગસ્ટે હત્યા કરવામાં આવી હતી અત્યારે પણ ''આવામી લીગ''ના નેતાઓ અને કાર્યકરો, જનસામાન્યની હત્યા થઈ રહી છે

નવી દિલ્હી : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડયા પછી આજે (૧૪ ઓગસ્ટે) બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે પોતાનું મૌન તોડયું હતું. તેઓએ કહ્યું : ''બાંગ્લાદેશમાં વિરોધના નામે વિનાશનું તાંડવ આવી રહ્યું છે.'' આ સાથે બાંગ્લાદેશના સ્થાપક, પોતાના પિતાશ્રી શેખ મુજીબ ઉફ રહેમાનની પ્રતિમાને તોડી નાખનારાઓને શિક્ષા કરવાનો દેશની વર્તમાન સરકારને અનુરોધ કર્યો હતો.

બાંગ્લાદેશના આ પૂર્વે વડાપ્રધાનનો ૩ પાનાનો સંદેશો આજે તેઓના પુત્ર સાજીબ વાઝેદ શેખે ટ પોસ્ટ પર વહેતો મુક્યો હતો. તેમાં ભાવુક બનેલા શેખ હસીનાએ કહ્યું હતું કે ૧૫મી ઓગસ્ટ ૧૯૭૫ ના દિવસે મારા પિતાશ્રી, મારા ભાઈઓ, તેઓના પત્નીઓ તેમજ મારા કાકાના તમામ કુટુંબીજનો, મારા પિતાશ્રીના ગાઢ સાથીઓ તથા સહકાર્યકરો તે તમામની હત્યા કરવામાં આવી હતી. એક જ રાતમાં લશ્કરના બળવાખોરોએ આ કામ તમામ કરી નાખ્યું હતું.

આ પછી તેઓ બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ તરફ વધ્યા અને કહ્યું : ''વિરોધના નામે ત્યાં વિનાશનું તાંડવ ચાલી રહ્યું છે, પરિણામે અનેકના મૃત્યુ થયા છે. તેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ તેમજ આવામી લીગના નેતાઓ, કાર્યકરો, સમર્થકો અને સામાન્ય જનતાને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.'' આ સાથે તેઓએ વધુમાં કહ્યું : ''મારી જેમ જે કોઈએ આ રમખાણોએ લીધે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેઓ પ્રત્યે મારી હૃદયપૂર્વકની સહાનુભૂતિ છે. આ હત્યાકાંડ અંગે તપાસ યોજવાની હું માંગણી કરું છું.''

ઉલ્લેખનીય છે કે રમખાણકારોને માત્ર શેખ હસીનાને જ નિશાન બનાવ્યા હતા પરંતુ તેઓએ શેખ હસીનાના મુળ નિવાસ સ્થાનમાં પણ વ્યાપક તોડફોડ કરી હતી. વાસ્તવમાં આ નિવાસસ્થાન એક મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવ્યું હતું. તેની અનેક વિદેશી અગ્રણીઓએ મુલાકાત પણ લીધી છે. આ મ્યુઝિયમમાં ફેરવી નખાયું હતું.


Google NewsGoogle News