પાકિસ્તાનમાં સત્તા માટે શરીફ અને ઝરદારીએ હાથ મિલાવ્યા
પાકિસ્તાનની સામાન્ય ચુંટણીમાં કોઈ પક્ષને બહુમતી નહીં મળતા પાકિસ્તાન મુસ્લિમ લીગ - એન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ હાથ મિલાવી સરકારનું ગઠન કર્યું. સમજુતીના ભાગ રૂપે શાહબાઝ શરીફ વડાપ્રધાન અને આસિફ અલી ઝરાદારી રાષ્ટ્ર પ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે. શાહબાઝની પાર્ટીને ૯૮ અને ઝરદારીની પાર્ટીને ૬૮ બેઠકો મળી હતી. ઈમરાન ખાન જેલમાં હોવા છતાં તેના પક્ષ અને સમર્થક અપક્ષોએ અન્ય પાર્ટી કરતા વધુ ૯૮ પ્લસ બેઠકો મેળવી હતી.