શરમ છે : ઈઝરાયેલને શસ્ત્રો આપવા ઉપર ફ્રાંસે મૂકેલા પ્રતિબંધ પ્રત્યે નેતન્યાહૂના ઉગ્ર પ્રત્યાઘાતો
'અમે તમારાં શસ્ત્રો સિવાય પણ લડી શકીશું' નેતન્યાહૂ
ગાઝા યુદ્ધના રાજકીય ઉકેલ માટે શસ્ત્ર પ્રતિબંધ મૂકવા મેક્રો કહે છે : કહ્યું તો જ ત્યાં શાંતિ સંભવિત છે
તેલ અવિવ: ગાઝા યુદ્ધનો રાજદ્વારી અને રાજકીય ઉકેલ શોધવા માટે ઈઝરાયલ ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી છે. તેવા ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોના વિધાનો પ્રત્યે તીવ્ર પ્રતિભાવ આપતાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જાબિન નેતન્યાહૂએ ઉગ્ર પ્રતિભાવો આપતાં કહ્યું હતું કે, 'તેઓને શરમ છે'.
મેક્રો તથા પશ્ચિમના અન્ય નેતાઓએ ઈઝરાયલ ઉપર શસ્ત્ર પ્રતિબંધ મુકવા જણાવ્યા પછી ધૂંધવાઈ ઉઠેલા નેતન્યાહૂએ કહ્યું હતું કે, 'અમે તમારા શસ્ત્રો સિવાય પણ લડીશું.' તેઓએ આ પ્રતિબંધને તે સત્તાઓના 'અવનયન' સમાન પણ કહ્યો હતો.
બેન્જામિન નેતન્યાહૂએ તેઓના પ્રિ-રેકોર્ડેડ વિડીયોમાં ફરીથી ભારપૂર્વક કહ્યું હતું કે તેઓના ટેકાથી કે ટેકા વગર પણ ઈઝરાયલ આ યુદ્ધમાં વિજયી થશે જ.
આ પૂર્વે મેક્રોએ 'ફ્રાંસ-ઈન્ટર-રેડીયો' ઉપર કહ્યું હતું કે, 'અમારી પ્રાથમિકતા આ વિવાદનો રાજકીય ઉકેલ શોધવાની છે (અને) તેથી જ અમે યુદ્ધ માટે વપરાતા શસ્ત્રો આપવા ઉપર પ્રતિબંધ મુકવા માગીએ છીએ.' ફ્રાંસ હવે શસ્ત્રો નહીં મોકલે. અમારી પ્રાથમિકતા તો યુદ્ધ વિસ્તરતું અટકાવવાની છે. તેમાં લેબેનોનના લોકોનાં પણ બલિદાન પણ ગાઝાની સાથે અપાવા ન જોઈએ.
જોકે ફ્રાંસ ઈઝરાયલને કંઈ બહુ શસ્ત્રો આપતું નથી. તેણે ગત વર્ષે માત્ર ૩૩ મિલિયન ડોલરનાં જ શસ્ત્રો ઈઝરાયલને આપ્યાં છે.
દરમિયાન ફ્રાંસના વિદેશ મંત્રી જીન-નોવેલ-બેરર મધ્ય પૂર્વની મુલાકાતે છે. સોમવારે તેઓ તેમની આ ૪ દિવસની મુલાકાતના છેલ્લાં ચરણમાં ઈઝરાયલ પહોંચશે.