યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-ફ્રાન્સ વચ્ચે ખેંચતાણ, ફ્રાન્સની ભલામણ પર નેતન્યાહુ વિફર્યા તો મેક્રોને મારી ગુલાટ!
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે 'તમામ સભ્યો દેશો'એ ઈઝરાયલ સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ, કારણકે ઈઝરાયલ ઈરાનના નેતૃત્વ વાળી 'બર્બર શક્તિઓ' સાથે લડી રહ્યું છે. તેમણે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાના આહવાનને શરમજનક ગણાવ્યું છે.
શનિવારે એક વિડીયો મેસેજ જારી કરતા વડાપ્રધાન નેતન્યાહુએ તેને શરમજનક ગણાવતા કહ્યું કે, આતંકની ધુરી એક સાથે ઉભી છે પરંતુ જે દેશો કથિત રીતે આ આતંકની ધુરીનો વિરોધ કરી રહ્યા છે તેઓ ઇઝરાયલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાનું આહવાન કરી રહ્યા છે.
હવે નેતન્યાહુના આ નિવેદન બાદ તરત જ મેક્રોને ગુલાંટ મારી દીધી છે અને મેક્રોન ઓફિસે નિવેદન જારી કરીને સ્પષ્ટતા આપતા કહ્યું કે, ફ્રાન્સ ઈઝરાયલનો પાક્કો મિત્ર છે અને અમે ઈઝરાયલની સુરક્ષાનું સમર્થન કરીએ છીએ. આ સાથે જ એમ પણ કહ્યું કે જો ઈરાન અથવા તેના સમર્થક ઈઝરાયલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયલની સાથે ઉભું રહેશે.
નેતન્યાહુ ભડક્યા કહ્યું- તેમને શરમ આવી જોઈએ
નેતન્યાહુએ કહ્યું કે, જ્યારે ઈઝરાયલ ઈરાનના નેતૃત્વ વાળી બર્બર શક્તિઓ સાથે લડી રહ્યું છે ત્યારે તમામ સભ્ય દેશોએ ઈઝરાયલની સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. તેમ છતાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોન અને કેટલાક અન્ય પશ્ચિમી નેતા હવે ઈઝરાયલને હથિયાર આપવા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા છે.તેમને શરમ આવવી જોઈએ. શું ઈરાન હિઝબુલ્લાહ, હૂતી, હમાસ અને તેના અન્ય સહયોગીઓ પર હથિયાર પ્રતિબંધ લગાવી રહ્યું છે? બિલ્કુલ નહીં. આતંકની ધુરી એક સાથે ઉભી છે પરંતુ જે દેશો કથિત રીતે આ આતંકી ધુરીનો વિરોધ કરી રહ્યા છે તેઓ ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા છે. આ કેટલી શરમજનક બાબત છે.
નેતન્યાહુએ પોતાના મેસેજમાં આગળ કહ્યું કે, ઈઝરાયલ સભ્યતાના દુશ્મનો વિરુદ્ધ સાત મોરચે પોતાનો બચાવ કરી રહ્યું છે. અમે ગાઝામાં હમાસ વિરુદ્ધ લડી રહ્યા છે, એ બર્બર લોકો વિરુદ્ધ લડી રહ્યા છે જેમણે સાત ઓક્ટોબરના રોજ અમારા લોકોની હત્યા કરી, રેપ કર્યા અને માથું ધડથી અલગ કરી તેમને સળગાવી દીધા. અમે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ લડી રહ્યા છે જે દુનિયાનું સૌથી ભારી હથિયારોથી સજ્જ આતંકવાદી સંગઠન છે. જે અમારી ઉત્તરી સરહદ પર 7 ઓક્ટોબરથી પણ મોટા નર સંહારની યોજના બનાવી રહ્યું હતું. લગભગ એક વર્ષ સુધી ઈઝરાયલના શહેરો પર રોકેટ છોડ્યા છે. અમે યમનમાં હૂતીયો અને ઈરાક તથા સીરિયામાં સિયા મિલિશિયા વિરુદ્ધ લડી રહ્યા છે જેમણે સાથે મળીને ઈઝરાયલ વિરુદ્ધ સેંકડો ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે. અમે Judea અને સામરિયામાં આતંકવાદીઓ વિરુદ્ધ લડી રહ્યા છે જે અમારા શહેરોની વચ્ચે નાગરિકોની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને અમે ઈરાન વિરુદ્ધ લડી રહ્યા છે જેણે ગત અઠવાડિયે ઈઝરાયલ પર સીધી 200થી વધુ બેલેસ્ટિક મિસાઈલો ઝીંકી હુમલો કર્યો હતો અને જે ઈઝરાયલ વિરુદ્ધ સાત મોરચે યુદ્ધ પાછળ ઉભું છે.
નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયલ આ પશ્ચિમી દેશોની મદદ સાથે કે તેમની મદદ વિના પણ આ લડાઈ જીતશે. ઈઝરાયલ ત્યાં સુધી નહીં અટકશે જ્યાં સુધી તેને આ લડાઈમાં જીત ન મળે. હું તમને જણાવી દેવા માગું છું કે ઈઝરાયલ તમારી મદદ વિના પણ જીતી જશે પરંતુ યુદ્ધ જીત્યા બાદ પણ તેમની આ શરમજનક હરકત લાંબા સમય સુધી ચાલુ રહેશે. આ બર્બરતા વિરુદ્ધ પોતાનો બચાવ કરવા માટે ઈઝરાયલ સભ્યતાઓની રક્ષા કરી રહ્યું છે. એ લોકોની વિરુદ્ધ લડી રહ્યું છે જે આપણા તમામ પર કટ્ટરતાનો અંધકાર યુગ થોપવા માંગે છે. એ નિશ્ચિત છે કે ઈઝરાયલ આપણા બધા માટે અને સમગ્ર વિશ્વની શાંતિ અને સુરક્ષા માટે ત્યાં સુધી લડતું રહેશે જ્યાં સુધી યુદ્ધ જીતી ન જાય.
મેક્રોને તરત જ આપી સ્પષ્ટતા
ઈઝરાયલના પીએમ વિફર્યા બાદ મેક્રોન ઓફિસે નિવેદન જારી કરીને સ્પષ્ટતા આપતા કહ્યું કે, ફ્રાન્સ ઈઝરાયલનો પાક્કો મિત્ર છે અને અમે ઈઝરાયલની સુરક્ષાનું સમર્થન કરીએ છીએ. આ સાથે જ એમ પણ કહ્યું કે જો ઈરાન અથવા તેના સમર્થક ઈઝરાયલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયલની સાથે ઉભું રહેશે.
શું કહ્યુ હતું ફ્રાન્સે
હકીકતમાં ફ્રાંસના પ્રમુખ મેક્રોને ઈઝરાયલના ગાઝામાં ઉપયોગમાં લેવાતા હથિયારોના વેચાણને રોકવા માટે કહ્યું હતું. મેક્રોને કહ્યુંલ કે,અમારી પ્રાથમિકતા તણાવને વધતા અટકાવવાની છે. મને લાગે છે કે આજે પ્રાથમિકતા રાજકીય ઉકેલ શોધવાની અને ગાઝામાં લડવા માટે ઉપયોગમાં લેવાતા હથિયારોના વેચાણને રોકવાની હોવી જોઈએ. ફ્રાન્સ કોઈ હથિયારો નથી મોકલતું. લેબનોનને બીજું ગાઝા બનાવી શકાય.