બ્રુનેઈની બે દિવસની મુલાકાતે વડાપ્રધાન મોદીનું વિમાન મથકે શાહજાદાએ ભવ્ય સ્વાગત કર્યું
- ચીનના ઓછાયા નીચે 'એક્ટ-ઈસ્ટ-પોલીસી'ની સફળતા
- બંને દેશોના રાજદ્વારી સંબંધોની 40મી જયંતિએ સુલ્તાન હસન-અલ-બોલ્કીયાર સાથે ભવ્ય રાજમહાલયમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અંગે સઘન મંત્રણા
બંદર શ્રીબગવાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેેઈની બે દિવસની ઐતિહાસિક મુલાકાતે આજે અહીં આવી પહોંચ્યા ત્યારે વિમાન મથકે બ્રુનેેઈના યુવરાજ અબૂ મુહનાદી બિલ્લારે તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું.
ચીનના 'ઓછાયા' નીચે બ્રુની ભારતની નજીક આવી રહ્યું છે તે સહજ છે.
વડાપ્રધાન અહીં આવી પહોંચ્યા પછી આ તેવા સમૃદ્ધ રાષ્ટ્રના સુલ્તાન, હસ-અલ-બોલ્કીયારે તેઓનું વિશ્વના સૌથી સમૃદ્ધ રાજમહાલય ધ ઈસ્તાના નુરૂબ ઈમાન પેલેસમાં સ્વાગત કર્યું હતું તે પછી બંને નેતાઓ વચ્ચે મંત્રણા થઈ હતી.
સુલ્તાનનો આ પેલેસ વિશ્વનો સૌથી વિશાળ અને સૌથી સમૃદ્ધ પેલેસ છે, તેમાં ૨૨ કેરેટ ગોલ્ડનાં ઉપકરણો છે. પાંચ સ્વીમીંગ પુલ છે. ૧૭૦૦ બેડરૂમ્સ છે, ૨૫૭ બાથરૂમ્સ છે. ૧૧૦ ગેરેજો છે. સુલ્તાનનું અંગત 'ઝૂ' પણ છે. જેમાં બેંગાલ-ટાઈગર્સ પણ છે. અનેક વિધ પશુઓ પ્રાણીઓ અને પક્ષીઓ છે.
સુલ્તાન સાથેની મુલાકાત પછી વડાપ્રધાને 'ટ' ઉપર લખ્યું 'હીઝ મેજેસ્ટી સુલ્તાન હાજી હસન અલ-બોલ્કીયારેને મળી ઘણો આનંદ થયો.' અમારી મંત્રણાઓ વ્યાપક રહી સાથે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા ચર્ચા પણ થઈ. અમે વ્યાપારી સંબંધો વિકસાવવા તેમજ વાણિજ્ય સંબંધો વિકસાવવા તથા પરસ્પરની જનતા વચ્ચે સંપર્ક વધારવા અંગે મંત્રણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે બ્રુનેેઈની મુલાકાતની વડાપ્રધાનની સફળતા ભારતની 'એક્ટ-ઈસ્ટ'નીતિની સફળતાની પ્રતીતી કરાવે છે તથા ઈન્ડો-પેસિફીક-નીતિ અંગેની સફળતા દર્શાવે છે.
સુલ્તાને આ મંત્રણા પછી ૫૦૦૦ ગેસ્ટ બેસી શકે તેવા ભવ્ય ટેબલ ઉપર વડાપ્રધાન મોદીને માટે ભોજન સમારંભ યોજ્યો હતો.
સાંજે વડાપ્રધાને અહીંના દૂતાવાસનાં નવા મકાનનું ઉદઘાટન કર્યું હતું તે સમયે બ્રુનેેઈ સ્થિત ભારતીય સમુદાયના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને તેઓ સાથે ખુલ્લાં મને વાતચીત પણ કરી તેમ વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે.