Get The App

પાકિસ્તાનના 'ભાવિ PM' માઈક નથી સંભાળી શકતા, દેશ શું સંભાળશે? જુઓ મજેદાર વીડિયો

Updated: Apr 11th, 2022


Google News
Google News
પાકિસ્તાનના 'ભાવિ PM' માઈક નથી સંભાળી શકતા, દેશ શું સંભાળશે? જુઓ મજેદાર વીડિયો 1 - image


- 'ભારતે શહબાઝ શરીફને હળવાશથી લેવાની જરૂર નથી, તે મૂવર અને શેકર છે'

ઈસ્લામાબાદ, તા. 10 એપ્રિલ 2022, રવિવાર

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય દિવસોથી ઈમરાન ખાનની સરકારને લઈ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું હતું જેનો ગઈકાલે અંત આવ્યો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં શનિવારે ઈમરાન સરકાર વિરૂદ્ધના અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થયું હતું. પાકિસ્તાનના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વડાપ્રધાનને અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા ખુરશી પરથી હટાવવામાં આવ્યા છે અને આ સાથે જ ઈમરાન સરકાર પડી ભાંગી છે. ત્યારે પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાનની રેસમાં જેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે તેવા શહબાઝ શરીફ (Shehbaz Sharif) હાલ અન્ય એક કારણથી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 

સોશિયલ મીડિયામાં જે ક્લિપ્સ વાયરલ થઈ રહી છે તેમાં શહબાઝ પોતાના ભાષણો દરમિયાન જે પ્રકારે ઉગ્ર રીતે હવામાં હાથ વિંઝી રહ્યા છે અને તેના કારણે જે રમૂજી ઘટના બને છે તે દર્શાવી છે. ક્લિપમાં તેમના હાથના હલન-ચલનના કારણે પોડિયમ માઈક્રોફોન નીચે પડી જાય છે તે ઘટનાઓ જોવા મળે છે. જુઓ ટ્વિટરમાં ટ્રેન્ડ થઈ રહેલી ક્લિપ..

રોઝી નામની મહિલાના ટ્વિટર એકાઉન્ટ પર શહબાઝ શરીફની વીડિયો ક્લિપને 'પાકિસ્તાનમાં મનોરંજન ચાલુ જ રહેશે. મળો પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન શહબાઝ શરીફને અને તેમની ખૂબ જ મનોરંજક એવી હાથની અદાઓને' એવું કેપ્શન આપવામાં આવ્યું હતું. 

અન્ય ટ્વિટર યુઝર્સે પણ આ વીડિયો શેર કરવાની સાથે 'કિંગ ઓફ માઈક ડ્રોપ ઈઝ હીઅર...', 'શહબાઝ શરીફને માઈક સાથે ખાસ સંબંધ છે..', 'ભારતે શહબાઝ શરીફને હળવાશથી લેવાની જરૂર નથી, તે મૂવર અને શેકર છે...', 'શહબાઝનો ગુસ્સો કેટલો ક્યુટ છે...', 'હું મારૂં નેટફ્લિક્સ/એમેઝોનનું સબસ્ક્રિપ્શન રદ્દ કરૂં છું...' જેવી રમૂજી કેપ્શન આપ્યા હતા. 


Tags :