અમેરિકામાં ભીષણ ઠંડી વચ્ચે ટ્રમ્પનો નિર્ણય, 1985 બાદ પહેલીવાર શપથ સમારોહ US કેપિટલમાં યોજાશે
Trump oath inside US Capitol: અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે (20મી જાન્યુઆરી) પ્રમુખ પદના શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જમાવ્યું હતું કે, 'સોમવારે મારા શપથ ગ્રહણ સમારોહમાં ભીષણ ઠંડીને કારણે બહારના બદલે અમેરિકન કેપિટોલની અંદર થશે.' અહેવાલો અનુસાર 40 વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ અમેરિકાના પ્રમુખ શપથ ગ્રહણ સમારોહ US કેપિટલમાં યોજાશે.
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું હતું કે, 'વોશિંગ્ટન, ડીસીનું તાપમાન રેકોર્ડ નીચા સ્તરે પહોંચાડી શકે છે. દેશમાં આર્કટિક વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. હું નથી ઇચ્છતો કે લોકો આનાથી પ્રભાવિત થાય. તેથી શપથ ગ્રહણ સમારોહ સહિત અન્ય કાર્યક્રમ યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટોલમાં આપવાનો આદેશ આપ્યો છે.'
આ પણ વાંચો: અમેરિકામાં TikTok બૅન! સુપ્રીમ કોર્ટના ફરમાન બાદ 17 કરોડ યૂઝર્સની નજર હવે ટ્રમ્પ પર
1985માં શપથ સમારોહ US કેપિટલમાં યોજાયો હતો
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઠંડીને કારણે છેલ્લી વખત શપથવિધિ અંદર યોજાઈ હતી તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. અગાઉ વર્ષ 1985માં પૂર્વ રિપબ્લિકન પ્રમુખ રોનાલ્ડ રીગનના શપથ ગ્રહણ પણ કેપિટોલ રોટુન્ડામાં યોજાયો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે,'સમર્થકો કેપિટલ વન એરેનાની અંદર સ્ક્રીન પર સમારોહ જોઈ શકે છે. કેપિટલ વન એરેના એ વોશિંગ્ટન શહેરના મધ્યમાં સ્થિત એક રમતગમત સ્થળ છે જે 20,000 લોકો બેસી શકે છે.'
મિશેલ ઓબામા ટ્રમ્પના શપથ ગ્રહણમાં હાજરી આપશે નહીં
અહેવાલો અનુસાર, અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં. અમેરિકન ઇતિહાસમાં છેલ્લા 150 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે પૂર્વ પ્રમુખ અને તેમના જીવનસાથી સમારોહમાં હાજરી આપી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, મિશેલ ઓબામા શપથ ગ્રહણ સમારોહમાં કેમ હાજરી આપી રહ્યા નથી તે અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા આપી નથી.