Get The App

અફઘાનિસ્તાનમાંથી ગુમ સાત હેલિકોપ્ટર અમેરિકામાંથી મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
અફઘાનિસ્તાનમાંથી ગુમ સાત હેલિકોપ્ટર અમેરિકામાંથી મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો 1 - image


Missing 7 Helicopter Found In USA: અફઘાનિસ્તાનમાંથી સાત હેલિકોપ્ટર ચોરાયાની ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ હવે આ રહસ્ય પરથી પડદો હટ્યો છે. અફઘાનિસ્તાન જે સાત હેલિકોપ્ટર ચોરાયાનો દાવો કરતું હતું, તે તમામ અમેરિકામાં છે. 

હેલિકોપ્ટર અમેરિકા કેવી રીતે પહોંચ્યા?   

અમેરિકાએ 2021માં અફઘાનિસ્તાનમાંથી સેના પાછી ખેંચી ત્યારે તેઓ કરોડો ડૉલરના હથિયારો અને સૈન્ય સામગ્રી ત્યાં જ છોડીને નાસી ગયા હતા. આ દરમિયાન તાલિબાનોએ અફઘાનિસ્તાનનો કબજો લઈ લીધો. આ સ્થિતિમાં અફઘાનિસ્તાન ઍરફોર્સના સાત પાઇલોટ સાત UH-60A બ્લેક હોક હેલિકોપ્ટર લઈને નાસીને ઉઝબેકિસ્તાન જતા રહ્યા. આ પાઇલોટ નહોતા ઇચ્છતા કે, આ હેલિકોપ્ટર તાલિબાનોના હાથમાં ન આવે. આ દરમિયાન ઉઝબેકિસ્તાને આ સાતેય હેલિકોપ્ટર અમેરિકાને સોંપી દીધા. જો કે, ઉઝબિસ્તાનના આ પગલાંથી તાલિબાનો નારાજ છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, અમેરિકામાં નવા 'કોઈન' બનાવવાનું બંધ, ટ્રેઝરી વિભાગને નિર્દેશ

દુનિયાભરમાં માગ છે UH-60A હેલિકોપ્ટરની 

અમેરિકાનું UH-60A હેલિકોપ્ટર ખૂબ જ સચોટ અને અસરકારક છે. તેની દુનિયાભરમાં ડિમાન્ડ છે

સિકોરસ્કી એરક્રાફ્ટ દ્વારા બનાવાયેલું આ હેલિકોપ્ટર 1970થી અમેરિકી ઍરફોર્સનો ભાગ છે

અમેરિકાએ અફઘાનિસ્તાન, ઈરાક, ઈરાન સહિતના ખાડી દેશાનો યુદ્ધમાં તેનો બહોળો ઉપયોગ કર્યો છે

સોમાલિયાના ગૃહયુદ્ધ દરમિયાન પણ આ હેલિકોપ્ટર્સનો ખૂબ જ અસરકારક ઉપયોગ થયો હતો

આ હેલિકોપ્ટર 4100 કિલો વજન ઉચકીને 100 માઇલની ઝડપે ઉડીને જઈ શકે છે

આ હેલિકોપ્ટરમાં 4 ક્રૂ મેમ્બર ઉપરાંત 14 સંપૂર્ણ સજ્જ સૈનિકો અથવા ઓછા હથિયારો સાથેને 20 સૈનિકો આવી શકે છે

હેલિકોપ્ટર ખાલી હોય ત્યારે 185 માઈલની ઝડપે પણ ઉડી શકે છે 

2.04 કરોડ ડૉલરની કિંમત ધરાવતા આ હેલિકોપ્ટરનો ઉપયોગ હાલમાં પણ 34 જેટલા દેશો દ્વારા થાય છે

ત્રણ લાખથી વધુ શસ્ત્રો મૂકીને અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું હતું 

અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી એકાએક જતા રહેવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓ કરોડો ડોલરના હથિયારો, વાહનો અને સાધનો ત્યાં જ છોડી ગયા હતા. અમેરિકાએ અંદાજે 73 જેટલા હેલિકોપ્ટર્સ ત્યાં છોડી દીધા હતા. અમેરિકી સેનાએ અનેક શસ્ત્રસરંજામ નિષ્ક્રિય કરી દીધો હતો, જેથી તાલિબાનો તેનો ઉપયોગ ના કરી શકે. અમેરિકાએ 40,000 JMV તથા 12,000 HMV વાહનો ત્યાં જ છોડી દીધા હતા. કોઈપણ દેશની સેના માટે તે મહત્ત્વના સાબિત થઈ શકે છે. આમ કુલ, ત્રણ લાખ જેટલા નાના-મોટા હથિયારો અમેરિકાએ ત્યાં છોડી દીધા હતા.  આ સામગ્રીમાં 4.8 કરોડ ડૉલરની કિંમતના 15 લાખ રાઉન્ડ જેટલા બુલેટ શેલ્સ અને દારૂગોળો પણ સામેલ હતો. આ પૈકી ઘણું બધું તાલિબાનોએ યુદ્ધ માટે સાચવ્યું હોવાનું પણ કહેવાય છે.  

અફઘાનિસ્તાનમાંથી ગુમ સાત હેલિકોપ્ટર અમેરિકામાંથી મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો 2 - image


Google NewsGoogle News