'સન ઑફ ગૉડ' નો દાવો કરનાર બાબાનું સીક્રેટ લીક, ગુપ્ત ભોંયરાની ભવ્યતા જોઇ અંજાઇ જશો, 60 લાખ છે 'અંધભક્તો'
Philippines Apollo Quiboloy: ફિલિપાઈન્સમાં 60 લાખ ભક્તો ધરાવતા બાબાની અય્યાશીનો પોલીસે પર્દાફાશ કર્યો છે, આશ્રમની અંદરનો નજારો જોઈને પોલીસ ખુદ પણ ચોંકી ગઈ છે. ખુદને ઈશ્વરનો પુત્ર ગણાવતા સ્વયંભૂ બાબાના ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ બાબાના કથિત આશ્રમ પરિસરમાં એક ગુપ્ત માર્ગ મળી આવ્યો છે, જે કથિત રીતે સેક્સ સ્લેવ્સ માટે બનાવવામાં આવેલા ભોંયરા તરફ જાય છે. પોલીસને આ ભોંયરામાં એક ભવ્ય લાઉન્જ મળી આવ્યો છે, જેનો દરવાજો એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે તે દિવાલ હોવાનો ભ્રમ ઉભો કરે છે. 75 એકરના આ વિશાળ પરિસરના રસ્તાઓ એક ભૂલભુલૈયા જેવા છે. આ 'ઈશ્વર પુત્ર'ને પકડવા માટે 2000થી વધુ પોલીસકર્મીઓ તેહનાત કરવામાં આવ્યા હતા.
આ કથિત ઈશ્વર પુત્રનું નામ 'અપોલો ક્વિબોલોય' છે, જેનો સબંધ ફિલિપાઈન્સના દાવો શહેર સાથે છે. આ બાબ પર જઘન્ય ગુનાઓમાં સામેલ હોવાનો આરોપ છે. બીજી તરફ તેના ફોલોઅર્સની સંખ્યા 60 લાખથી વધુ છે. અમેરિકામાં ક્વિબોલોય પર છેતરપિંડી અને બાળકોની યૌન તસ્કરીમાં સામેલ હોવાનો આરોપ છે. 'ઈશ્વરપુત્ર'નો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક બાતમીદારે પોલીસને સૂચના આપી. અપોલો ક્વિબોલોયના પરિસરમાં દરોડા પાડ્યા બાદ પોલીસને એવી વસ્તુઓ મળી કે જે સૂચવે છે કે તેનો ઉપયોગ સેક્સ માટે ગુલામ બનાવવામાં આવેલી બંદીવાન મહિલાઓને રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. પોલીસે બે મહિલાઓને પણ બચાવી છે, જેઓ સેક્સ સ્લેવ હોવાની આશંકા છે.
આશ્રમમાં કટ્ટર સમર્થકો છૂપાયા હોવાની આશંકા
કંક્રીટની દિવાલોની પાર હ્રદયના ધબકારા જાણી શકતા રડારની મદદથી પોલીસે આશ્રમમાં દરોડા પાડ્યા હતા. પોલીસે કહ્યું કે, અમને જમીનની નીચે ડર્ઝનો કટ્ટરપંથીઓ છુપાયા હોવાની આશંકા છે, જેનો સંકેત રડાર દ્વારા મળ્યો છે. પોલીસે આશ્રમ પરિસરમાં દરોડા પાડ્યા અને ગુપ્ત માર્ગ શોધી કાઢ્યો તે ઘટસ્ફોટના જવાબમાં આંતરિક સચિવ બેનહુર અબાલોસે કહ્યું કે, સરકાર દાવો શહેરની એન્જિનિયરિં ઓફિસમાંથી નકશો હાંસલ કરી રહી છે. આશ્રમમાં બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
જોકે, ક્વિબોલોયે આ આરોપોને નકારી કાઢ્યા છે. કથિત ઈશ્વર પુત્રએ કહ્યું કે જેઓ તેનો પીછો કરે છે તેઓ શેતાનના એજન્ટ છે. જોકે, 'ઈશ્વરપુત્ર' પોતે એફબીઆઈની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે. અપોલો ક્વિબોલોય કિંગડમ ઓફ જીસસ ક્રાઈસ્ટ ચર્ચના પ્રમુખ છે. તે ફિલિપાઈન્સમાં સ્થિત એક રિસ્ટોરેશનિસ્ટ ખ્રિસ્તી ચર્ચ છે. તેના ભક્તોની સંખ્યા 60 લાખથી વધુ છે.
ઈશ્વરના નિર્દેશ પર ચર્ચની સ્થાપના
1990ના દાયકાના અંતમાં તામાયોંગમાં નિર્વાસિત જીવન જીવ્યા બાદ ક્વિબોલોયે ચર્ચની સ્થાપના કરી હતી. ક્વિબોલોયે કહ્યું હતું કે તેને ચર્ચની સ્થાપના માટે ઈશ્વરે મને નિર્દેશ આપ્યો હતો. ત્યાકબાદ તેના ભક્તોની સંખ્યામાં વધારો થયો હતો. આગામી વર્ષોમાં તેમને રાજકીય અને વહીવટી સમર્થન પણ મળ્યું.
પૂર્વ પ્રમુખ રોડ્રિગો ડુટર્ટેને ચૂંટણી જીતવામાં કરી હતી મદદ
ફિલિપાઈન્સના પૂર્વ પ્રમુખ રોડ્રિગો ડુટર્ટેને 1988માં મેયરની ચૂંટણી જીતવા માટે ક્વિબોલોય પાસે સમર્થન માંગ્યુ હતું. ક્વિબોલોય વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહીઓએ લોકોનું ધ્યાના તેના તરફ ખેચ્યું હતું. અમેરિકન કોર્ટે તેને છેતરપિંડી અને બાળકોની યૌન તસ્કરીમાં સામેલ હોવા માટે દોષી ઠેરવ્યો હતો. નવેમ્બર 2021માં એફબીઆઈએ તેની ધરપકડ માટે વોરન્ટ જારી કર્યું હતું. ત્યારબાદ મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં તેનું નામ આવ્યું.
રસોઈ બનાવવી, ખવડાવવું અને....
એફબીઆઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, ક્વિબોલોયે મહિલાઓની અંગત મદદનીશ અથવા પાદરી તરીકે કામ કરવા માટે ભરતી કરી હતી. જેમાં મહિલાઓને રસોઈ બનાવવા, ઘરની સફાઈ, મસાજ અને રાત્રે શારીરિક સબંધો બનાવવા જેવા કાર્યો કરવા માટે કહેવામાં આવ્યું હતું. ક્વિબોલોય તેને નાઈટ ડ્યુટી કહેતો હતો.
ફરાર થયો ક્વિબોલોય
જો કે પોલીસના દરોડાની ઘટના બાદ ક્વિબોલોયે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો અને કાનૂનનો સામનો કરવાની વાત કરી હતી, પરંતુ તે હવે અચાનક ગાયબ થઈ ગયો છે. પોલીસ તેને શોધી રહી છે. આ વચ્ચે ક્વિબોલોયના સમર્થકો દરોડાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 18 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. બીજી તરફ જ્યારે 6 પોલીસકર્મી ઘાયલ થયા છે.