કુવૈતમાં શ્રમિકો સાથે PM મોદીનો સંવાદ, નવસારીના યુવકને કહ્યું- બધાને કેમ છો કહેતા શિખવાડ્યું?
PM Modi Kuwait Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી અને ભારતીય શ્રમિકોને મળ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભારતના વિવિધ રાજ્યો સાથે જોડાયેલા ભારતીય શ્રમિકોના વિવિધ વર્ગો સાથે વાર્તાલાપ હતો. તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી અને 'ગલ્ફ સ્પાઈસ લેબર કેમ્પ' ખાતે કેટલાક કામદારો સાથે નાસ્તો પણ કર્યો. આ દરમિયાન તેમણે નવસારીના યુવકને કહ્યું- 'બધાને કેમ છો કહેતા શિખવાડ્યું?'
'મારા પરિવારમાં 140 કરોડ લોકો છે'
ભારતીય શ્રમિકોનાએ વડાપ્રધાન મોદીને ઘણાં સવાલો પણ પૂછ્યા હતા. એક શ્રમિકના સવાલના જવાબમાં પીએમ મોદી જણાવ્યું હતું કે, 'તમે તમારા પરિવાર માટે સખત મહેનત કરો છો, હું પણ મારા પરિવાર માટે સખત મહેનત કરું છું. મારા પરિવારમાં 140 કરોડ લોકો છે. 40 વર્ષ પછી કોઈ વડાપ્રધાન અહીં આવ્યા છે અને સૌથી પહેલા તેઓ તેમના ભાઈઓને મળી રહ્યા છે.' નોંધનિય છે કે, 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે, 'ભારત પાસે સૌથી સસ્તો ડેટા (ઇન્ટરનેટ) છે અને જો આપણે વિશ્વમાં અથવા તો ભારતમાં ક્યાંય પણ ઓનલાઈન વાત કરવા માંગીએ છીએ, તો ખર્ચ ઘણો ઓછો છે. જો તમે વીડિયો કોન્ફરન્સિંગ કરો છો તો પણ ખૂબ જ ઓછી છે, લોકોને ઘણી સગવડ છે, તેઓ દરરોજ સાંજે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે છે.'
આ પણ વાંચો: સંભલમાં મંદિર બાદ હવે 250 ફૂટ ઊંડી વાવ મળી, માટી હટાવી નક્શાના આધારે થશે તપાસ
પીએમ મોદીની કુવૈતની મુલાકાતનો આજે બીજો દિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની ઐતિહાસિક મુલાકાતનો આ બીજો અને છેલ્લો દિવસ છે. આજે તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીની કુવૈત મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે બંને દેશો વચ્ચેની પરંપરાગત મિત્રતાને વધુ મજબૂત કરવાની દિશામાં પણ આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કુવૈતમાં ભારતીય સમુદાય મોટી સંખ્યામાં છે. બંને દેશો વચ્ચે વેપાર, ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધવાની સંભાવના છે.