સીરિયામાં 1600 વર્ષ જૂનું મંદિર અને મૂર્તિઓ મળી આવી હતી, જાણો કયા ભગવાનની થતી હતી પૂજા
Sculpture Found In Syria: સીરિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગૃહયુદ્ધ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. સીરિયામાં વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તા પરથી હટાવી દીધા છે. હાલમાં સીરિયામાં સ્થિતિ નિયંત્રણની બહાર છે. સીરિયા એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, જેની 90 ટકાથી વધુ વસ્તી મુસ્લિમ છે. તેમાંથી 74% સુન્ની મુસ્લિમો અને 13% શિયાઓ છે.
આપણે જાણીએ છીએ કે, ઈસ્લામ ધર્મમાં મૂર્તિપૂજા પર પ્રતિબંધ છે. પરંતુ સીરિયામાં એક સમયે મૂર્તિપૂજા થતી હતી. જેના પુરાવા સામે આવ્યા છે. વર્ષ 2022માં સીરિયામાં ખોદકામ દરમિયાન મૂર્તિ પૂજાના વ્યાપક પુરાવા મળી આવ્યા હતા. આવો તમને જણાવીએ કે ખોદકામ દરમિયાન કઈ દેવીની મૂર્તિ મળી હતી. તેમજ કોને ભગવાન માનવામાં આવતા હતા.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તાલિબાની મંત્રી રહમાન હક્કાની સહિત 12ના મોત
રોમન દેવીની મળી મૂર્તિ
સીરિયામાં વર્ષ 2022માં પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા ખોદકામ દરમિયાન 1600 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું હતું. હકીકતમાં સંશોધકોને ખૂબ જ જૂનું મોઝેક મળ્યું છે. જેમાં એ વાતનો પુરાવો મળે છે કે, ત્યાં મંદિર અસ્તિત્વમાં હતું. ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મંદિરનો માળ નવો માળ જેવો દેખાતો હતો. આ મંદિરમાં મળેલી મૂર્તિઓ રોમન દેવી-દેવતાઓની હતી.
આ અંગે પુરાતત્વ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ઈસ્લામના આગમન પહેલા સીરિયામાં રોમન દેવતાઓની પૂજા કરવામાં આવતી હતી. સીરિયામાં ખોદકામ દરમિયાન મળી આવેલા શિલ્પો ઉપરાંત, મોઝેક પર રોમન દેવી-દેવતાઓની આકૃતિઓ પણ મળી આવી હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, પહેલા અહીં રોમન ધર્મમાં માનવાવાળા લોકો ત્યાં રહેતા હતા.
આ પણ વાંચો : વધુ બાળકો પેદા કરવા જાપાન સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓને મળશે અઠવાડિયામાં 3 દિવસ રજા
કોણ હતા રોમન ભગવાન ?
રોમન ધર્મ ઘણા સમય પહેલા ઇટાલીમાં સૌથી મોટો ધર્મ હતો. આ ધર્મમાં ઘણા દેવતા હતા. રોમન ધર્મના લોકો મૂર્તિપૂજામાં માનતા હતા. હિંદુ ધર્મના દેવી-દેવતાઓની જેમ જ રોમન ધર્મના દેવી-દેવતાઓના મંદિરો પણ હતા. તેમની મૂર્તિઓ પર પ્રસાદ તેમજ ફૂલો અર્પણ કરવામાં આવતા હતા. જો આપણે રોમન ધર્મની વાત કરીએ તો તેમાં સૌથી મોટો દેવ ગુરુ હતો. તો કેટલાક લોકો જાનુસને સૌથી મહાન ભગવાન પણ માનતા હતા. ઈતિહાસમાં બંને દેવતાઓનું સ્થાન અલગ-અલગ છે. સીરિયામાં ખોદકામ દરમિયાન રોમન ધર્મ સાથે સંકળાયેલા દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હતી. એટલે એવુ કહી શકાય કે, સીરિયામાં ગુરુ અને જેનસની પૂજા કરવામાં આવી હશે.