વિજ્ઞાનીઓની ચેતવણી, 48500 વર્ષ જૂનો વાયરસ ફરી થઈ શકે છે એક્ટિવ, તો મચશે તબાહી

એક વિજ્ઞાની દ્વારા ગયા વર્ષે સાઇબેરીયન પરમાફ્રોસ્ટમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં કેટલાક જીવિત વાયરસ મળી આવ્યા હતા

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
વિજ્ઞાનીઓની ચેતવણી, 48500 વર્ષ જૂનો વાયરસ ફરી થઈ શકે છે એક્ટિવ, તો મચશે તબાહી 1 - image
Image envato 

વિજ્ઞાનીઓએ ચેતવણી આપતાં કહ્યું છે કે, આર્કટિક મહાસાગરમાં જે રીતે બરફ પીગળી રહ્યો છે તેને જોતા સમુદ્રની સપાટી નીચે દટાયેલા 48,500 વર્ષ જૂના ઝોમ્બી વાયરસ ફરીથી એક્ટિવ થઈ શકે છે. તેમનું કહેવુ છે કે, પર્માફ્રોસ્ટ 'ઝોમ્બી' વાયરસ છોડી શકે છે, જે એક ભયાનક વૈશ્વિક આરોગ્ય કટોકટી ઉભી કરી શકે છે.  વધતા તાપમાનને કારણે મોટો ખતરો ઊભો થાય તેવી સંભાવના રહેલી છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે થીજી ગયેલો બરફ ઝડપથી પીગળવા લાગ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, એક વિજ્ઞાની દ્વારા ગયા વર્ષે સાઇબેરીયન પરમાફ્રોસ્ટમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં કેટલાક જીવિત વાયરસ  મળી આવ્યા હતા.

નિષ્ક્રિય વાયરસ ફરી થઈ શકે છે એક્ટિવ 

એઇક્સ-માર્સેલી યુનિવર્સિટીના આનુવંશિકશાસ્ત્રી જીન-મિશેલ ક્લેવરી કહે છે કે, આ ખતરો ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે થઈ રહ્યો છે. આર્કટિક સમુદ્રમાં બરફ પીગળવાથી સાઈબેરીયામાં શિપિંગ અને ઔદ્યોગિક વિકાસમાં વધારો થઈ રહ્યો છે. વિશાળ ખનન કામોની યોજનાઓ બનાવવામાં આવી રહી છે, તેમાથી તેલ અને અયસ્ક નીકાળવા માટે ડ્રીલ દ્વારા વિશાળ પ્રમાણમાં કાણા પાડવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં વાયરસ નિકળશે. 48,500 વર્ષોથી નીચે દટાયેલા વાયરસ ખનન દરમિયાન જો બહાર આવશે તો શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા શરીરમાં દાખલ થશે, જે માનવી માટે અતિશય વિનાશક બની શકે છે.

વિજ્ઞાનીઓની ચેતવણી

આ મુદ્દે વિજ્ઞાનીઓએ નિપાહ વાયરસ અને મંકીપોક્સના ઉદાહરણો ટાંકતા કહ્યું હતું કે, મોટા પ્રમાણમાં જમીનનો ઉપયોગ આ ખૂબ જ જૂના વાયરસને પુનરુત્થાન કરવા માટેનું કારણ બની શકે છે, જે જમીનના ઉપયોગને કારણે માનવીઓમાં ફરી નવી બીમારી પેદા કરી શકે છે.

દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, પરંતુ સાચી હકીકત જુદી 

હજુ પણ લોકો કહે છે કે, દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. પરંતુ, હકીકત અને સત્યતા તો એ છે કે, લોકોએ લાલચના કારણે પ્રકૃતિને બદલી નાખી છે. લોકો તેની સાથે રમત કરી રહ્યા છે. ક્યાંક ગ્લેશિયર પીગળી રહ્યા છે. તો ક્યાં મહાસાગર ગરમ થઈ રહ્યા છે. આ બધા ધરતીના વિનાશના સંકેત છે. એટલે કુદરત સાથે ચેડાં કરવાનું બંધ કરો નહીં તો ધરતીનો વિનાશ નક્કી છે.


Google NewsGoogle News