માઉન્ટ એવરેસ્ટ કરતાં 100 ગણા ઊંચા અને 1 અબજ વર્ષ જૂના પર્વતની શોધ
આ શિખર પૃથ્વીની કોર અને મેટલની વચ્ચેની બોર્ડર પર છે
આ ઉંચું પીક પૃથ્વીની સપાટીની બહાર નહી પરંતુ અંદર છે
Two Mountains 100 Times Taller Than Mount Everest : 8 હજાર મીટર ઉંચાઇ ધરાવતું માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઉંચુ શિખર છે. હિમાલય પર્વત પરના આ શિખર પર પહોંચવુ એ ગૌરવની બાબત છે. અત્યાર સુધીમાં 6000 થી વધુ લોકો માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી ચુકયા છે. આધુનિક સુવિધાઓ વચ્ચે પણ એવરેસ્ટ સર કરવું મુશ્કેલ જણાય છે. 1954માં હિલેરી અને તેનઝીંગે પ્રથમ વાર માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઇતિહાસ સર્જયો હતો.
જો કે નવાઇની વાત તો એ છે કે પૃથ્વી પાસે માઉન્ટ એવરેસ્ટ કરતા 100 ગણું ઉંચું શિખર પણ છે. નેચર જર્નલમાં પ્રકાશિત માહિતી મુજબ માઉન્ટ એવરેસ્ટ કરતા 100 ગણો પર્વત આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની સરહદ પર છે. આ પર્વત આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની હદ નજીક છે. માઉન્ટ એવરેસ્ટ કરતા વધારે ઉંચું પીક પૃથ્વીની સપાટીની બહાર નહી પરંતુ અંદર છે.
ઘાટા પહાડોની વચ્ચે કેટલીક પીક 1000 કિમી સુધીની છે જયારે માઉન્ટ એવરેસ્ટ માત્ર ૮.૮ કિમી લંબાઇ જ ધરાવે છે. સંશોધકોનું માનવું છે કે આ પર્વતો 1 અબજ વર્ષ કરતા પણ જુના છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પર્વતોની રચના એક રહસ્યમય છે. તે કેમ અને કેવી રીતે બન્યા છે તે સમજી શકાતું નથી. બે વિશાળ સંરચના પૃથ્વીની કોર અને મેટલની વચ્ચેની બોર્ડર પર છે. આનો પીન પોઇન્ટ આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની સપાટી નીચે ક્રસ્ટની નીચે અર્ધ કઠણ વિસ્તાર છે.
ભૂકંપ કે પૃથ્વીની અંદર થતી હિલચાલના પગલે ટેકટોનિક પ્લેટ તેનું સ્થાન બદલતી રહે છે. આ પ્લેટ પૃથ્વીની સપાટીથી ૩ હજાર કિમી ઉંડાઇ સુધી જઇ શકે છે. આવી પરિસ્થિતિમાં 1000 કિમીની લંબાઇ ધરાવતી સંરચના મળવી અશકય નથી. વૈજ્ઞાાનિકો દાયકાઓથી પૃથ્વીના આવરણની અંદર છુપાએલી વિશાળ સંરચનાઓને શોધવાનો પ્રયાસ કરી રહયા છે. તેના માટે એક ગ્રહથી બીજા ગ્રહ સુધી જતા ધ્વનીને માધ્યમ બનાવી રહયા છે. આના આધારે પૃથ્વીની નીચે શું છે તે જાણી શકાય છે.