વૈજ્ઞાનિકોએ અબજો વર્ષ પછી પૃથ્વીનું ભવિષ્ય કથન સમજાવતો ગ્રહ શોધ્યો
ચટ્ટાની ગ્રહ બુઝાયેલા તારા વ્હાઇટ ડવૉફની પરિક્રમા કરે છે
વ્હાઇટ ડવૉફ કોઇ પણ તારાનું સૌથી અંતિમ સ્વરુપ છે
વોશિંગ્ટન,૩૦ સપ્ટેમ્બર,૨૦૨૪,સોમવાર
વૈજ્ઞાનિકોએ પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધવાનો દાવો કર્યો છે. પહેલી વાર આ એક ચટ્ટાની ગ્રહને એક બુઝાયેલા તારા વ્હાઇટ ડવૉફની પરિક્રમા કરતો જોવા મળ્યો હતો. આના પરથી અરબો વર્ષ પહેલા પૃથ્વીનું શું ભવિષ્ય હશે તેના સંકેત મળે છે. આ ગ્રહ દર્શાવે છે કે સૂર્ય નહી હોય ત્યારે પણ પૃથ્વી ગ્રહ પરિક્રમા કરતો હશે.જો કે જીવસૃષ્ટિ નહી હોય પરંતુ એક એવી ઠંડા અને સૂમસામ વેરાન જગ્યા જ હશે. અમેરિકામાં હવાઇ ટાપુ પર આવેલા દુરબીનોમાંથી મળેલી માહિતી અનુસાર શોધવામાં આવેલા ગ્રહનો ભાર પૃથ્વી કરતા લગભગ ૧.૯ ગણો છે.
આ ગ્રહ સૌર મંડળથી લગભગ ૪૨૦૦ પ્રકાશ વર્ષ દૂર મિલ્કી વે આકાશગંગાના ક્રેન્દ્રની પાસે આવેલો છે. આ વ્હાઇટ ડવૉફ એક સામાન્ય તારો હતો તેની ઘનતા સૂર્ય કરતા બે ગણો હતો.હવે તેનો ભાર સૂર્ય કરતા અડધી છે. જે તારાઓનો ભાર સૂર્ય કરતા આઠ ગણો ઓછો હોય છે તે પોતાના જીવનના અંતે સફેદ શુદ્ર તારા એટલે કે વ્હાઇટ ડવૉફ તરીકે કામ કરે છે. કોઇ પણ તારાનું સૌથી સામાન્ય અંતિમ સ્વરુપ હોય છે. સાડા ચાર અબજ વર્ષની આયુષ્ય ધરાવતો સૂર્ય એક દિવસ વ્હાઇટ ડવૉફમાં બદલાઇ જશે. કોઇ પણ તારાનું આ એક અંતિમ સ્વરુપ હોય છે.
નવો શોધાયેલો ગ્રહ મેજબાન તારાના મુત્યુ પહેલા કદાંચ આવી જ રીતે આટલા અંતરથી પરિક્રમા કરતો હતો.આ એક રહેણાક માટે અનુકૂળ વિસ્તાર હોય છે જયાં ગરમી કે ઠંડી વધારે હોતી નથી. આવા સંજોગોમાં તરલ પાણીની શકયતા રહેલી હોય છે. તેનું વાતાવરણ જીવન માટે અનુકૂળ હોય એવું પણ બની શકે છે. આ ગ્રહ મૂળભૂત રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે એટલા અંતરે ભ્રમણ કરતો હતો. આ તારાનું મુત્યુ થયા પછી ૨.૧ ગણા વધારે અંતર પર છે. આ ગ્રહ અંગે નેચર એસ્ટ્રોનોમી પત્રિકામાં સ્ટડી પ્રકાશિત થયો છે.