Get The App

વૈજ્ઞાનિકે ખતરનાક ઝેરી વાઇપર જરારાકા સાપનો દંશ ૪૦ હજાર વાર સહન કર્યો ?

સાપના મોંઢા નજીક શરીરનો ભાગ હોય ત્યારે સૌથી આક્રમક બની જાય છે

નર કરતા માદા સાપ વધારે ખતરનાક હોય છે- સ્ટડીમાં પણ બહાર આવ્યું

Updated: May 21st, 2024


Google NewsGoogle News
વૈજ્ઞાનિકે ખતરનાક ઝેરી વાઇપર જરારાકા સાપનો દંશ ૪૦ હજાર વાર સહન કર્યો ? 1 - image


સાઉપાઉલો,૨૧ મે,૨૦૨૪,મંગળવાર 

બ્રાઝીલના બૂતનતન ઇન્સ્ટિટયૂટના વૈજ્ઞાનિક મિગેલ આલ્વેસને દક્ષિણ અમેરિકામાં સૌથી ઝેરીલા ગણાતા વાઇપર જરારાકા સાપનો ૪૦ હજાર ડંશ અનુભવ્યો છે. નવાઇની વાત તો એ છે કે વાઇપર સાપના દંશ ભૂલથી નહી પરંતુ જાણી જોઇને સહન કર્યા છે. આવડું મોટું જોખમ તેમને સાપ અંગેના સંશોધન માટે લીધું હતું. સામાન્ય રીતે સાંપોના બિહેવિયર (વર્તન) પર ખાસ સંશોધન કરવામાં આવતું નથી.

જો મલેરિયા પર સંશોધન કરવું હોયતો મચ્છરના પરજીવી અને મચ્છર બંને પર સંશોધન કરવું જરુરી બને છે એમ માનીને સાપ કરડવવાનું અત્યંત મુશ્કેલ કામ પસંદ કર્યુ હતું સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સાંપને સ્પર્શ કરવાથી કે તેના પર પગ મુકવાથી જ હુમલો કરે છે પરંતુ મિગેસ આલ્વેસને જુદું જ જાણવા મળ્યું હતું. સ્નેકના બિહેવિયરને જાણવા સમજવા માટે માણસ અને સાંપ આમને સામને હોય તે જરુરી હતું. આથી સાપને લેબની જમીન પર એક પિંજરામાં રાખવામાં આવ્યો હતો. વૈજ્ઞાાનિકે ચામડાના ફોમ વાળા મજબૂત જુતા પહેર્યા હતા.

વૈજ્ઞાનિકે ખતરનાક ઝેરી વાઇપર જરારાકા સાપનો દંશ ૪૦ હજાર વાર સહન કર્યો ? 2 - image

૧૧૬ સાપની નજીક ગયા પછી સાપે કકડવા પ્રયાસ કર્યો હતો. કુલ ૧૩૦ વાર આ પ્રયોગ દોહરાવ્યો ત્યારે જાણવા મળ્યું કે જેમ સાપ નાનો હોય એટલે કરડવાની શકયતા વધારે રહે છે. બીજુ એ જાણવા મળ્યું કે નરની સરખામણીમાં માદા સાપ (નાગણી) વધારે આક્રમક હોય છે. ખાસ કરીને દિવસ દરમિયાન યુવાવસ્થામાં માંદા સાપ વધુ કરડે છે. તાપમાન વધે ત્યારે સાપ વધારે ઉગ્ર બનીને હિંસક વર્તન કરે છે.

સાઓ પાઉલોમાં ગરમી દરમિયાન સર્પદંશની ઘટનાઓ ખૂબ બને છે જેના માટે નાના કદના માદા સર્પ વધારે  જવાબદાર હોય છે. વૈજ્ઞાનિક આલ્વેસનું માનવું હતું કે સંશોધનના ડેટા હોસ્પિટલમાં સર્પદંશની સારવાર લેનારા ડેટાને મળતા આવે છે. સાપ કરડવાની તિવ્રતાનો આધાર તેના શરીરના કયાં ભાગને ટચ કર્યો છે તે મહત્વનું છે. વાઇપર સાંપ અંગેનું સંશોધન નેચર જર્નલમાં પ્રકાશિત થયું છે.



Google NewsGoogle News