નાઈજિરિયામાં મોટી કરુણાંતિકા, સ્કૂલની ઈમારત ધરાશાયી થતાં 22 વિદ્યાર્થીના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
નાઈજિરિયામાં મોટી કરુણાંતિકા, સ્કૂલની ઈમારત ધરાશાયી થતાં 22 વિદ્યાર્થીના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત 1 - image


School Building Collapses In Nigeria: અંદાજે 8 લાખ જેટલાં ભારતીયોની વસતી ધરાવતા નાઈજિરિયાથી દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં એક સ્કૂલની ઈમારત ધરાશાયી થઈ હતી. અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22થી વધુ વિદ્યાર્થી મૃત્યુ થયા છે. જ્યારે 100થી વધુને રેસ્ક્યૂ કરાયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

154 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હતા

ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સ્કૂલની ઈમારત ધરાશાયી થયા બાદ 154 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હતા, પરંતુ તેમાંથી 132ને બચાવી લેવાયા હતા. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નાઈજિરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ બચાવ અને આરોગ્ય કર્મચારીઓ તેમજ સુરક્ષા દળોને અકસ્માતના સ્થળે તહેનાત કર્યા હતા. નાઈજિરિયન સરકારે ઝડપી તબીબી સુવિધા આપવા માટે હોસ્પિટલોને કોઈપણ દસ્તાવેજ અથવા ચુકવણી વિના સારવાર શરૂ કરવા સૂચના આપી હતી.

આ પણ વાંચો: નેપાળમાં ભૂસ્ખલન : 7 ભારતીઓ સહિત 65ના મૃત્યુ : ભૂસ્ખલનથી બે બસ નદીમાં ડૂબી


સરકારે આ દુર્ઘટના માટે શાળાનું નબળું બાંધકામ અને નદી કિનારે તેનું સ્થાન હોવાને જવાબદાર ઠેરવ્યું છે.

નાઈજિરિયામાં મોટી કરુણાંતિકા, સ્કૂલની ઈમારત ધરાશાયી થતાં 22 વિદ્યાર્થીના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત 2 - image


Google NewsGoogle News