દુબઇમાં યોજાયેલી જેટ સૂટ રેસમાં હોલીવુડની ફિલ્મ આયરમેન જેવા સીન સર્જાયા

રેસમાં પાયલોટસે ૧૫૦૦ હોર્સ પાવરની ક્ષમતા ધરાવતા સૂટ પહેર્યા

કોઇ સાયન્સ ફિકશન ફિલ્મનું વાસ્તવિક ચિત્રણ જોવા મળ્યું હતું

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
દુબઇમાં યોજાયેલી જેટ સૂટ રેસમાં હોલીવુડની ફિલ્મ આયરમેન જેવા સીન સર્જાયા 1 - image


દુબઇ,૨૯ ફેબુ્આરી,૨૦૨૪,બુધવાર 

દુબઇમાં એક કંપની દ્વારા ૨૮ ફેબુ્આરીના રોજ અનોખી રેસ યોજાઇ જેમાં પાયલોટ જેટસૂટ્સ પહેરીને પાણી ઉપરથી ઉડયા હતા. જેટ એન્જીનોનો અવાજ હવામાં ગુંજવાની સાથે જ  હોલીવૂડની આયરમેન જેવા દ્વષ્યો સર્જાયા હતા. યુએઇમાં દુનિયાની આ પ્રકારની પ્રથમ જેટ સૂટ રેસ હતી. રેસમાં ભાગ લેનારા પાયલોટસ  પોતે માર્વલ સુપર હિરો ડીસી કોમિકસ જેવો અનુભવ કર્યો હતો. આમ તો નાના પાયે કેટલાક દેશોમાં જેટ સૂટસ રેસ યોજાતી હોય છે પરંતુ વ્યવસાયિક ઢબે મોટા પાયે આયોજન કરવાનું માન દુબઇને મળ્યું હતું જેમાં દુબઇ સ્પોર્ટસ કાઉન્સિલે ખૂબ મદદ કરી હતી.


દુબઇમાં યોજાયેલી જેટ સૂટ રેસમાં હોલીવુડની ફિલ્મ આયરમેન જેવા સીન સર્જાયા 2 - image

 દુબઇ મરીના પરની રેસમાં પાયલોટસ ૧૫૦૦ હોર્સ પાવરની ક્ષમતા ધરાવતા સૂટ પહેર્યા હતા. આ એન્જિન મોટે ભાગની સ્પોર્ટસ કાર કરતા પણ વધારે શકિતશાળી હતા. આ જેટસૂટ્સમાં એર બસ એ ૩૮૦ અને બોઇંગ ૭૭૭ વિમાન જેવું ઇંધણ વપરાય છે. જેટ સૂટની ગતિ પ્રતિ કલાક ૧૨૮ કિમી સુધી પહોંચાડી શકાય છે. આ રેસમાં બે પાયલોટ એક બીજા સાથે ટકરાયા હતા. આથી કોઇ સાયન્સ ફિકશન ફિલ્મનું વાસ્તવિક ચિત્રણ ખડંૂ થયું હતું. ગગનચુંબી ઇમારતો માટે ફેમસ દુબઇમાં સાયન્સ અને એન્જિનિયર્સ કૌશલ્યના અદભૂત દર્શન થતા હતા. 


Google NewsGoogle News