Get The App

મહાદેવ બેટિંગ એપ દ્વારા 6000 કરોડનું ફલેકું ફેરવનાર કૌભાંડી દુબઈથી ઝડપાયો, ભારત લવાશે!

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
મહાદેવ બેટિંગ એપ દ્વારા 6000 કરોડનું ફલેકું ફેરવનાર કૌભાંડી દુબઈથી ઝડપાયો, ભારત લવાશે! 1 - image


Mahadev Satta App Scam: મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યાનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કહેવા પર ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. યુએઈના અધિકારીઓએ સૌરભ ચંદ્રાકરની અટકાયત અંગે ભારત સરકાર અને CBIને જાણ કરી છે.

સૌરભ ચંદ્રાકરની પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ

સૌરભ ચંદ્રાકરની અટકાયતના સમાચાર બાદ હવે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે. અહેવાલો અનુસાર, કે સૌરભ ચંદ્રાકરને જલ્દી જ ભારત લાવવામાં આવશે. સૌરભ ચંદ્રાકરને ડિસેમ્બર 2023માં યુએઈમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો, ત્યારથી તે દુબઈ પોલીસની કસ્ટડીમાં છે. તેને આગામી 10 દિવસમાં તેને ભારત લવાશે.

આ પણ વાંચો: ઈન્ટરનેટ આર્કાઈવ પર ભયાનક સાઈબર એટેક, હેકર્સે 31 મિલિયન યુઝર્સના પાસવર્ડ ચોર્યા

જ્યુસ વેચનાર કરોડોના કૌભાંડનો માસ્ટર માઇન્ડ 

સૌરભ ચંદ્રાકર પર 6 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો આરોપ છે.  થોડા વર્ષો પહેલા સુધી સૌરભ છત્તીસગઢના રાયપુરમાં સૌરભ ચંદ્રકાર જ્યુસ ફેક્ટરી નામથી જ્યુસની દુકાન ચલાવતો હતો. જ્યુસ વેચવાની સાથે સૌરભ ચંદ્રાકરને સટ્ટાબાજીની પણ આદત હતી. પહેલા તે ઓફલાઈન સટ્ટો રમતો હતો, પરંતુ કોરોનાને કારણે તેણે ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું. લોકડાઉન દરમિયાન તેણે રવિ ઉપ્પલ નામના વ્યક્તિ સાથે મળીને મહાદેવ બેટિંગ એપ લોન્ચ કરી હતી.

રવિ ઉપ્પલ મહાદેવ બેટિંગ એપમાં સૌરભ ચંદ્રાકરનો પાર્ટનર

આ બેટિંગ એપ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલના બે અત્યંત નજીકના સહયોગીઓ અનિલ દમ્માણી અને સુનીલ દમ્માણીની મદદથી ભારતમાં કાર્યરત હતી. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક શાખાને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા.રવિ ઉપ્પલ મહાદેવ બેટિંગ એપમાં સૌરભ ચંદ્રાકરનો પાર્ટનર છે. દાવો કરવામાં આવ્યો છે કે બંને આરોપીઓની કમાણી દર મહિને 90 કરોડ રૂપિયા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાદેવ એપને પ્રમોટ કરવા માટે ઘણા મોટા બિઝનેસમેન અને બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના સંપર્કમાં હતા.

મહાદેવ બેટિંગ એપ શું છે?

મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી હતી. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતો પર સટ્ટો પણ એપ દ્વારા કરવામાં આવતો હતો. આ એપનું નેટવર્ક ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા ઝડપથી ફેલાઈ ગયું. આ એપનો સૌથી વધુ ઉપયોગ છત્તીસગઢમાં થવા લાગ્યો.

મહાદેવ બેટિંગ એપ દ્વારા 6000 કરોડનું ફલેકું ફેરવનાર કૌભાંડી દુબઈથી ઝડપાયો, ભારત લવાશે! 2 - image




Google NewsGoogle News