Get The App

સાઉદી એરલાઇન્સના પ્લેનમાં આગની ઘટના, પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
સાઉદી એરલાઇન્સના પ્લેનમાં આગની ઘટના, પ્લેનનું  ઇમરજન્સી લેન્ડિંગ 1 - image


દેશમાં ઘણા સમયથી પ્લેનમાં ખામીને કારણે પ્લેન ક્રેશની ઘટનાઓ બને છે. ઘણા કેસમાં પ્લેનનુ ટાયર ફાટે કે પછી આગ લાગવાની ઘટનાઓથી પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડે છે. ઘણીવાર માનવીય અને તકનીકી બંને કારણોને પરિણામે વિમાન દુર્ઘટના થતી હોય છે. ત્યારે પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે સાઉદી એરલાઇન્સના પ્લેનમાં આગ લાગી હતી. 

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે આગ લાગી હતી. જો કે, પાકિસ્તાન ઓબ્ઝર્વરના જણાવ્યા અનુસાર આગ લાગવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સિવાય તમામ ક્રૂ અને મુસાફરોને ઈમરજન્સી સ્લાઈડ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સિવિલ એવિએશન ઓથોરિટી અને ફાયર વિભાગના અધિકારીઓએ પેશાવર એરપોર્ટ પર સાઉદી એરલાઈન્સના વિમાનમાં લાગેલી આગને કાબૂમાં લઇ લીધી છે. જોકે કોઇ જાનહાનિ થઇ નથી. 


Google NewsGoogle News