Israel Hamas War| ઈઝરાયલ વિરુદ્ધ ઈરાન-સાઉદી અરબે મિલાવ્યાં હાથ! પેલેસ્ટાઇનને બચાવવા નિર્ણય
ઈરાનના રાષ્ટ્રપતિ અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ
મોહમ્મદ બિન સલમાને આ વાતચીતમાં ફરી કહ્યું હતું કે આ યુદ્ધમાં જો કોઈપણ રીતે નાગરિકોને નુકસાન પહોંચાડાશે તો તે ચલાવી નહીં લેવાય
Israel palestine war updates | ઈઝરાયલ અને ગાઝા પટ્ટીના સંચાલક હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Israel vs Hamas war) ઈઝરાયલના હુમલા સામે ઈરાન અને સાઉદી અરબ એકજૂટ થઈ ગયા છે. ઈરાનના રાષ્ટ્રપતિ (Iran President) અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે (saudi Arabia Crown Prince Mohammad bin Salman) આ દરમિયાન ટેલિફોનિક વાતચીત કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગાઝામાં રહેતાં નાગરિકોની સુરક્ષા પર મૂક્યો ભાર
ઈરાની મીડિયાના અહેવાલ અનુસાર રઈસી અને સાઉદી અરબના ક્રાઉન્સ પ્રિન્સે પેલેસ્ટાઈન વિરુદ્ધ યુદ્ધ અપરાધનો અંત આણવા માટેની જરૂરિયાતો અંગે ચર્ચા કરી હતી. સાઉદીના મીડિયાએ પણ આ ઐતિહાસિક ફોન કોલનું કવરેજ કર્યું હતું. સાઉદી અરબ ઈઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદથી પ્રાદેશિક નેતાઓના સંપર્કમાં છે. મોહમ્મદ બિન સલમાને આ વાતચીતમાં ફરી કહ્યું હતું કે આ યુદ્ધમાં જો કોઈપણ રીતે નાગરિકોને નુકસાન પહોંચાડાશે તો તે ચલાવી નહીં લેવાય.
સાઉદી-ઈરાનની શત્રુતાથી મિડલ ઈસ્ટ પર થઈ છે માઠી અસર
સાઉદી અરબ અને ઈરાન સાત વર્ષની શત્રુતા બાદ ચીનની મધ્યસ્થતા હેઠળ એકજૂટ થયા છે. ઈરાન અને સાઉદીની શત્રુતાએ અખાતી દેશોમાં અસ્થિરતા અને અસુરક્ષા પેદા કરી હતી. આ બંને દેશોએ યમનથી લઈને સીરિયા સુધીના અખાતી દેશોને યુદ્ધમાં ફસાવી દીધા હતા. આ મામલે અમેરિકી વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે અમે સાઉદી સાથે સંપર્કમાં છીએ.
હવે એકજૂટ થઈને પેલેસ્ટાઈનને બચાવશે સાઉદી-ઈરાન
અમેરિકા ગાઝાના હમાસ, લેબેનોનના હિઝબુલ્લાહ કે ઈરાન સાથે સંબંધ ધરાવતા તેમના સહયોગીઓને હમાસને પીછેહઠ કરવા, બંધકોને મુક્ત કરવા અને હિઝબુલ્લાહને બહાર રાખવા તથા ઈરાનને લડાઈથી દૂર રાખવા અપીલ કરી રહ્યું હતું. હવે સાઉદી-ઈરાનની મિત્રતા અમેરિકાને ભારે પડી શકે છે. જો આ બંને દેશો એકસાથે પેલેસ્ટાઈનની મદદ કરશે તો આ યુદ્ધમાં નવો વળાંક આવશે. તેનાથી મિડલ ઈસ્ટમાં બીજો યુદ્ધ સર્જાઈ શકે છે.