લાગે છે કયામત આવવાની તૈયારી છે...', અરબના રણમાં બરફની ચાદર પથરાતાં યુઝર્સના રિએક્શન
Saudi Arab Snow Fall: ગરમ અને સુકા પ્રદેશ તરીકે ઓળખાતા સઉદી અરબમાં હવામાનમાં મોટો ફેરફાર વિશ્વના સૌ કોઈને ચોંકાવી રહ્યું છે. ગતવર્ષે જ દુબઈમાં મૂશળધાર વરસાદના લીધે સર્જાયેલી પુરની તારાજી બાદ આ વખતે સઉદી અરબના રણોમાં બરફની ચાદરો પથરાઈ છે.
અલ-જૌફમાં હિમવર્ષાના વીડિયો વાયરલ
ગઈકાલથી સોશિયલ મીડિયા પર સઉદી અરબમાં હિમવર્ષા થઈ હોવાના વીડિયો વાયરલ થયા છે. જેમાં સઉદી અરબના રણોમાં બરફની ચાદર પથરાઈ છે. જેને લોકો હિમ વર્ષા માની રહ્યા છે. પરંતુ વાસ્તવમાં અલ-જૌફ વિસ્તારમાં બુધવારે બરફના કરાં સાથે પડેલા ભારે વરસાદના કારણે રણ અને પહાડો પર સફેદ બરફની ચાદર પથરાઈ હતી. જેના લીધે પ્રદેશમાં ઠંડીનું જોર વધ્યું હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પની જીતની માઠી અસર, ડોલર સામે રૂપિયો ગગડી ઐતિહાસિક તળિયે પહોંચ્યો, અન્ય કરન્સી પણ તૂટી
સોશિયલ મીડિયા પર યુઝર્સે આપી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર સઉદી અરબના રણોમાં બરફની ચાદરના વાયરલ થયેલા વીડિયોમાં યુઝર્સે અનેક રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો આ ઘટનાને ગ્લોબલ વોર્મિંગ સાથે જોડી રહ્યા છે, તો ઘણા લોકોએ દુનિયાનો અંત આવ્યો હોવાની કમેન્ટ કરી છે. સઉદી અરબના ઉત્તર-પશ્ચિમ હિસ્સામાં સ્થિત ટોચનો પ્રદેશ અલ-જૌફ પોતાના રણ વિસ્તારો, પહાડો અને ઐતિહાસિક ધરોહર માટે પ્રસિદ્ધ છે. આ ક્ષેત્રનું હવામાન સામાન્ય રીતે ગરમ અને શુષ્ક હોય છે. પરંતુ અહીં બરફના કરાં પડવા અને ભારે વરસાદ જેવી ઘટનાઓના કારણે હવામાનમાં બદલાવ આવી રહ્યો છે.