પવિત્ર શહેર મક્કાના પેટાળમાં સોનાનો મોટો ભંડાર, સાઉદી અરબની માઈનિંગ કંપનીનો દાવો

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
પવિત્ર શહેર મક્કાના પેટાળમાં સોનાનો મોટો ભંડાર, સાઉદી અરબની માઈનિંગ કંપનીનો દાવો 1 - image


Image Source: Twitter

રિયાધ, તા. 31 ડિસેમ્બર. 2023

સાઉદી અરબના પવિત્ર શહેર મક્કામાં સોનાના મોટા ભંડારનો પત્તો મળ્યો છે.

સાઉદી અરબની માઈનિંગ કંપનીએ આ જાણકારી આપતા કહ્યુ છે કે, શોધખોળ દરમિયાન મક્કાના પેટાળમાં સોનાનો જે ભંડાર મળ્યો છે તે 100 કિલોમીટરના દાયરામાં ફેલાયેલો છે.

આ કંપનીને 2022માં ખનિજ ઉત્પાદન કરવા માટે લોન્ચ કરવામાં આવી હતી અને એ પછી તેણે પહેલી વખત મક્કાના પેટાળમાં રહેલા સોનાના ભંડારનો ખુલાસો કર્યો છે.માઈનિંગ કંપનીના પ્રાથમિક અનુમાન સાચા પડ્યા તો પોતાની ધરતીમાં ક્રુડ ઓઈલ ધરાવતા સાઉદી અરબની સંપત્તિમાં સોનાનો મોટો ભંડાર અધધ..વધારો કરશે.

માઈનિંગ કંપનીના કહેવા પ્રમાણે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં અમને ઉચ્ચ કક્ષાના સોનાના ભંડારની ઉપસ્થિતિ હોવાના સંકેતો મળ્યા છે.જેના પગલે હવે મક્કાની નજીકના મંસૂરાહ મસ્સારાની આસપાસના વિસ્તારોમાં આગામી સમયમાં યોજના બધ્ધ રીતે અને મોટા પાયે ડ્રિલિંગ કરવાની યોજના બની રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાઉદી ક્રઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનના વિઝન 2030 અનુસાર સાઉદી અરબની ક્રુડ ઓઈલ પરની નિર્ભરતા દુર કરવા માટે આ માઈનિંગ કંપની બનાવવામાં આવી હતી.કંપનીનુ કહેવુ છે કે, ખનીજો સાઉદી અરબની ઈકોનોમીમાં મોટો ફાળો આપી શકે તેમ છે. સાઉદી અરબ દુનિયાની સોના માટેની રેસનુ કેન્દ્ર બિંદુ બનવાની ક્ષમતા ધરાવે છે.



Google NewsGoogle News