Get The App

ઈતિહાસમાં પહેલીવાર સાઉદીની મહિલા સ્પર્ધક 'મિસ યુનિવર્સ' માં ભાગ લેશે, જાણો કોણ છે તે મોડલ

ઇતિહાસમાં પહેલીવાર એવું થશે જ્યારે કોઇ ઈસ્લામિક દેશ મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેશે

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
ઈતિહાસમાં પહેલીવાર સાઉદીની મહિલા સ્પર્ધક 'મિસ યુનિવર્સ' માં ભાગ લેશે, જાણો કોણ છે તે મોડલ 1 - image

image : Instagram



Miss Universe 2024, Rumy Alqahtani: ઇતિહાસમાં પહેલીવાર એવું થશે જ્યારે કોઇ એક ઈસ્લામિક દેશ મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેશે. ખરેખર અમે વાત કરી રહ્યા છીએ સાઉદી અરબની જે પહેલીવાર તેના દેશની મહિલા ઉમેદવારને મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેવા માટે મંચ પર મોકલશે. 

કોણ છે એ મહિલા...? 

આ મામલે માહિતી ખુદ રુમી અલકાહતાનીએ આપી છે જે મિસ યુનિવર્સ 2024ની સ્પર્ધામાં સાઉદી અરબનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં આવું પહેલીવાર થશે જ્યારે મિસ યુનિવર્સના મંચ પર એક ઈસ્લામિક દેશ સાઉદી અરબનો ઝંડો જોવા મળશે. રુમી અલકાહતાની 27 વર્ષીય મોડલ છે જે સાઉદી અરબમાં રહી ચૂકી છે. આટલું જ નહીં મિસ અરબ વર્લ્ડ પીસ 2024 અને મિસ વૂમન (સાઉદી અરબ) પણ રુમી અલકાહાતાની જીતી ચૂકી છે. 

હું સન્માનિત અનુભવું છું : રુમી 

આ મામલે સોશિયલ મીડિયા પર રુમી અલકાહતાનીએ કહ્યું કે મિસ યુનિવર્સ 2024માં ભાગ લેવાથી હું ખુદને સન્માનિત મહેસૂસ કરી રહી છું. આટલું જ નહીં પણ તેમણે પોતાના અનેક ફોટોસ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા જેમાં તે અતિ સુંદર લાગી રહી છે. 

મેક્સિકોમાં યોજાશે આ સ્પર્ધા 

ઉલ્લેખનીય છે કે આ વખતે મેક્સિકોમાં મિસ યુનિવર્સ 2024નું આયોજન થશે. હાલ નિકારાગુઆની શેન્નિસ પલાસિયોસ મિસ યુનિવર્સ છે. 

ઈતિહાસમાં પહેલીવાર સાઉદીની મહિલા સ્પર્ધક 'મિસ યુનિવર્સ' માં ભાગ લેશે, જાણો કોણ છે તે મોડલ 2 - image


Google NewsGoogle News