2030 સુધીમાં સાઉદી અરબને વિકસાવવું છે 'નિયોમ ધ લાઇન' સિટી, ડિઝાઇન પર ઉઠ્યા સવાલ
શહેરને વિકસાવવા પાણીની જેમ પૈસા વાપરી રહયું છે
જો કે નિયોનની ડિઝાઇન અંગે સવાલો થવા લાગ્યા છે.
નવી દિલ્હી,૨૬ જૂન,૨૦૨૪,મંગળવાર
સઉદી અરબમાં પોતાના રેગિસ્તાન વિસ્તારમાં લાલ સાગર પાસે 'નિયોમ ધ લાઇન' નામનું એક શહેર વસાવી રહયું છે. નિયોમ શહેર ૫૦૦ અબજથી લઇને ૨ ટ્રિલિયન ખર્ચ થવાનું અનુમાન છે. નિયોન ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનનું સપનું રહયું છે. આ શહેરને વિકસાવવા સાઉદી અરબ પાણીની જેમ પૈસા વહેવડાવી રહયું છે. જો કે નિયોનની ડિઝાઇન અંગે સવાલો થવા લાગ્યા છે.
કેટલાક તો ડિઝાઇનની મજાક ઉડાડવા લાગ્યા છે. આ શહેરના બાંધકામ અને ઇમારતોની અસર વન્યજીવો પર થશે. નિયોમ શહેરનો પ્રોજેકટ લાંબા સમય સુધી ચાલી શકશે નહી. આ એક એવો મેગા પ્રોજેકટ છે જેનો વાસ્તવિકતા સાથે મેળ પડતો નથી. સઉદી અરબની સરકારનો હેતું નિયોમ શહેરમાં દુનિયાભરના રોકાણકારોને આમંત્રણ આપવાનો છે.
જો એમ થાયતો મોટો આર્થિક ફાયદો થશે પરંતુ આમાં ખાસ સફળતા મળતી હોય તેમ જણાતું નથી. સાઉદી અરબે નિયોમ પ્રોજેકટ બાબતે ચીન પાસે પણ હાથ લાંબો કર્યો હતો પરંતુ સાથ મળ્યો નહી. ત્યાર પછી સઉદી અરબે નિયોમનો વિસ્તાર ઓછો કરી નાખ્યો છે. નિયોમ શહેરમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ૯૦ લાખ લોકોને રાખવાની યોજના છે. હવે વસ્તી વસાવવાનો આંક ઘટાડીને ૩ લાખ કરી નાખ્યો છે.
આ શહેર વિકસાવવા ૨ ટ્રિલિયન ડોલરનો ખર્ચ પણ ચિંતા વધારે તેવો છે. સઉદી અરબ સરકારે નિયોમના નિર્માણ માટે બળજબરીથી સ્થાનિકોને હટાવ્યા હતા. મૂળ નિવાસીઓ પર ગોળીઓ ચલાવવામાં આવતા સાઉદી સરકારની ટીકા કરવામાં આવી હતી. સાઉદીમાં કટ્ટર શરિયા કાયદાના સ્થાને ઉદાર ઇસ્લામને પ્રોત્સાહન આપી રહયા છે. તેઓ પોતાના વિઝન ૨૦૩૦ પર ખૂબ ઝડપથી કામ કરી રહયા છે.