સાઉદી અરેબિયામાં નોકરી કરવા ઈચ્છુક ભારતીયો માટે માઠા સમાચાર, નિયમ બદલાયો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
સાઉદી અરેબિયામાં નોકરી કરવા ઈચ્છુક ભારતીયો માટે માઠા સમાચાર, નિયમ બદલાયો 1 - image
Image  Envato 

Saudi Arabia Engineering Sector Job Update: સાઉદી અરેબિયાએ એક મોટો નિર્ણય લેતા તેના નાગરિકો માટે ખાનગી ક્ષેત્રની એન્જિનિયરિંગ નોકરીઓમાં અનામતની જાહેરાત કરી છે. કિંગડમે ખાનગી એન્જિનિયરિંગ નોકરીઓમાં તેમના નાગરિકો માટે 25 ટકા આરક્ષણ લાગુ કર્યું છે. અને આ નવા નિર્ણયનો અમલ રવિવારથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય કરવાનો મુખ્ય હેતુ સાઉદી નાગરિકોને વધુ નોકરીની તકો પૂરી પાડવાનો છે.

માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયની આ યોજના હેઠળ એવું કહેવામાં આવી રહ્યું છે કે, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સાઉદી નાગરિકોની સંખ્યામાં વધારો થશે.

આ પણ વાંચો : - બાઇડેનની એ 7 ભૂલ, જેના કારણે અમેરિકન પ્રમુખપદની રેસમાંથી નામ પાછું ખેંચી લેવું પડ્યું

સાઉદી પ્રેસ એજન્સીએ આ અંગે વાત કરતા કહ્યું, 'આ નીતિથી સાઉદીની પુરુષો અને મહિલાઓને વધુ સારી નોકરીની તકોનો લાભ મળશે.' આ નવી પોલિસી ખાનગી ક્ષેત્રની દરેક કંપનીને અસર કરશે. જેમાં પાંચ કે તેથી વધુ એન્જિનિયર કામ કરી રહ્યા છે. આ સાથે સાઉદી અધિકારીઓએ ચેતવણી પણ આપી છે, કે જે કંપનીઓ નિયમોનું પાલન નહીં કરે તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ક્રાઉન પ્રિન્સ સલમાનનું 'વિઝન 2030'

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ તેમના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'વિઝન 2030' હેઠળ સાઉદી અરેબિયાના દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન કરી રહ્યા છે.  અને તે ક્રમમાં  સાઉદી અરેબિયાનાના વિવિધ ક્ષેત્રોમાં સાઉદીકરણ કરવામાં આવી રહ્યુ છે. તેનો સીધો મતલબ એ થયો કે, સાઉદી અરેબિયાના લોકોને વિવિધ નોકરીઓમાં પ્રાથમિકતા આપવામાં પર ભાર મુકવામાં આવ્યો છે. 

સલમાનના આ વિઝન 2030 હેઠળ કિંગ્ડન સાઉદીમાં બેરોજગારીને 7% પર લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અંતર્ગત સાઉદી અરેબિયા તેની આવકના સ્ત્રોતમાં વિવિધતા લાવી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઓછી કરવા માંગે છે.

સાઉદીના નવા પગલાની ભારતીયો પર અસર

સાઉદી અરેબિયાના ખાનગી એન્જિનિયરિંગ સેક્ટરમાં રિઝર્વેશન વ્યવસ્થા લાવવાથી સૌથી મોટી અસર ભારતીયો પર પણ પડશે, કારણ કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો કામની શોધમાં સાઉદી અરેબિયા જાય છે. નોકરી માટે સાઉદી અરેબિયા જનારાઓમાં એન્જિનિયરો સહિત સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ કામદારોનો સમાવેશ થાય છે.

વર્ષ 2022માં સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે, નોકરી માટે કિંગડમમાં આવનારા ભારતીયોની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે. વર્ષ 2022માં 1,78,630 ભારતીયો નોકરી માટે સાઉદી ગયા હતા. હવે સાઉદીએ ખાનગી એન્જિનિયરિંગ નોકરીઓમાં તેમના નાગરિકો માટે આરક્ષણ પ્રથા લાવવાથી આ ક્ષેત્રમાં ભારતીયો માટેની તકો ઓછી થઈ જશે.


Google NewsGoogle News