પવિત્ર રમઝાન માસમાં ઈન્ડોનેશિયામાં અઢી કિલોમીટર લાંબી ઈફતાર પાર્ટીનો નવો રેકોર્ડ સર્જાયો
image : Socialmedia
જકાર્તા,તા.16 માર્ચ 2024,શનિવાર
હાલમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસમાં ઈન્ડોનેશિયામાં અઢી કિલોમીટર લાંબી ઈફતાર પાર્ટીનો નવો રેકોર્ડ સર્જાયો છે.
ઈફતાર પાર્ટીનુ આયોજન સાઉદી અરબના ઈસ્લામિક મામલાઓના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યુ હતુ. ઈફતારમાં બેસવાની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે અઢી કિલોમીટર લાંબી હતી.આ ઈફતાર પાર્ટીને વિશ્વ રેકોર્ડનુ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યુ છે.
તેનુ આયોજન ઈન્ડોનેશિયાના મકાસર નામના શહેરમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં 15000થી વધારે લોકોએ ભાગ લીધો હતો. જેમાં અન્ય ઈસ્લામિક દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
સાઉદી અરબ દ્વારા પવિત્ર રમઝાન માસમાં બીજા દેશોમાં પણ ઈફતાર પાર્ટીઓના આયોજનની સાથે સાથે કુરાનની પ્રતોનુ તેમજ ખજૂરનુ વિતરણ કરવાની નવી પહેલ કરવામાં આવી છે.