સાઉદી અરેબિયાએ અમેરિકાને 50 વર્ષમાં સૌથી મોટો ઝટકો આપ્યો

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
સાઉદી અરેબિયાએ અમેરિકાને 50 વર્ષમાં સૌથી મોટો ઝટકો આપ્યો 1 - image


Petrodollar Deal: સાઉદી અરેબિયાની ચીન-રશિયા સાથે સતત નિકટતા વધી રહી છે. હવે સાઉદી માર્કેટમાં અમેરિકાની સંપ્રભુતા ઘટતી જઈ રહી છે. સાઉદી પોતાના વેપારનો વિસ્તાર વધારતાં રશિયા, ચીન, જાપાન દેશોની સાથે પોતાના સંબંધ મજબૂત કરી રહ્યું છે. આ કડીમાં એક મોટું પગલું ઉઠાવતાં સાઉદી સરકારે અમેરિકાને વધુ એક ઝટકો આપ્યો છે. સાઉદીએ અમેરિકાની સાથે પોતાની 50 વર્ષ જૂની પેટ્રો ડોલર ડીલને આગળ વધારવાનો ઈનકાર કરી દીધો છે, જે 9 જૂને એક્સપાયર થઈ ગઈ છે.

આ પગલાંને વિશ્વભરમાં વેપાર માટે US ડોલરના બદલે બીજી કરન્સીના ઉપયોગના પ્રોત્સાહન રૂપમાં જોવામાં આવી રહ્યું છે. તેની અસર અમેરિકા પર સીધી રીતે જોવા મળી શકે છે. આ ડીલ દુનિયાભરમાં અમેરિકાની આર્થિક રીતે ધાક જમાવવા માટે એક મોટી મિસાલ સાબિત થઈ હતી પરંતુ તેને બીજી વખત શરૂ કરવાના કોઈ અણસાર નજર આવી રહ્યાં નથી.

પેટ્રો ડોલર ડીલ શું છે?

પેટ્રો ડોલર ડીલ અમેરિકા દ્વારા વેપાર માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડમાંથી વિદાય લીધા પછી અસ્તિત્વમાં આવી. 1970ના દાયકામાં ઈઝરાયલ યુદ્ધ બાદ ચાલી રહેલા ઓઈલ સંકટ બાદ અમેરિકાએ સાઉદીની સાથે પેટ્રો ડોલર કરાર કર્યાં. આ કરાર હેઠળ સાઉદી અરેબિયા સમગ્ર દુનિયામાં પોતાના ગોલ્ડનું વેચાણ ડોલરમાં કરશે.

આ ડીલના બદલે અમેરિકાએ સાઉદી અરેબિયાને તેની સુરક્ષાની ગેરંટી આપી અને અમેરિકાને તેના ઘણાં ફાયદા થયાં. એક તો તેમને સાઉદીનું તેલ મળ્યું. બીજો વિશ્વમાં તેમની કરન્સીના રિઝર્વ વધવા લાગ્યા. જાણકાર કહે છે અમેરિકા માટે આ ડીલ WIN-WIN કંડીશન હતી એટલે કે દરેક બાજુએથી જીત.

ડીલ ખતમ થયાં બાદ તેલ કેવી રીતે વેચવામાં આવશે?

સાઉદી અરેબિયા વિશ્વમાં કાચા તેલનો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને તે ઘણાં દેશોને પોતાનું તેલ વેચે છે. સાઉદી અરેબિયા હવે માત્ર અમેરિકી ડોલરના બદલે ચીની RMB, યુરો, યેન, રૂપિયા અને યુઆન સહિત ઘણી કરન્સીમાં તેલ વેચશે.

ચીન-રશિયા સાથે વધતી નિકટતા

સાઉદી અરેબિયા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં ચીન અને રશિયાની નજીક આવ્યું છે. આવું શિફ્ટ અમેરિકાથી મધ્ય પૂર્વની સુરક્ષામાં મતભેદો બાદ થયું છે. જેમ કે જે બાઈડનના રાષ્ટ્રપતિ બન્યાં બાદ યમનના હુતીઓને આતંકવાદની લિસ્ટથી હટાવી દેવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ગાજા યુદ્ધમાં અમેરિકાના રોલને લઈને સાઉદી તંત્ર અને અમેરિકામાં મતભેદ રહ્યો છે.


Google NewsGoogle News