Get The App

સાઉદી અરબના ઈતિહાસમાં 70 વર્ષમાં પ્રથમ વખત ખૂલશે લિકર શોપ, કોને મળશે લાભ?

શોપમાંથી શરાબ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
સાઉદી અરબના ઈતિહાસમાં 70 વર્ષમાં પ્રથમ વખત ખૂલશે લિકર શોપ,  કોને મળશે લાભ? 1 - image


first alcohol store open in saudi arabia : સાઉદી અરેબિયા (Saudi Arabia)માં 70 વર્ષમાં પહેલીવાર લિકર શોપ ખૂલવા જઈ રહી છે. આ લિકર શોપ રાજધાની રિયાધમાં ખોલવામાં આવશે  જ્યાં માત્ર બિન-મુસ્લિમ રાજદ્વારીઓને જ શરાબ વેચવામાં આવશે. બુધવારે એક રાજદ્વારીએ જણાવ્યું હતું કે આ સામાજિક ઉદારીકરણ તરફનું બીજું પગલું છે. 

શરાબ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું પડશે

રિયાધમાં આ લિકર શોપ એવા સમયે ખોલવા જઈ રહી છે જ્યારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને (Mohammed bin Salman) તેની અર્થવ્યવસ્થાને ક્રૂડ ઓઈલથી ધીમે ધીમે દૂર કરવાની મહત્ત્વાકાંક્ષી યોજનાઓના ભાગરૂપે રાજ્યને પ્રવાસન અને વેપારના કેન્દ્રમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ શોપમાંથી શરાબ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી તેમને વિદેશ મંત્રાલય તરફથી ક્લિયરન્સ કોડ મેળવવો પડશે, ત્યારબાદ ગ્રાહક શોપમાંથી શરાબની ખરીદી કરી શકશે. જો કે ગ્રાહક દર મહિને એક નિયત ક્વૉટા હેઠળ જ દારૂ ખરીદી શક્શે. ઉલ્લેખનીય છે કે ઇસ્લામમાં દારૂ પીવાને હરામ માનવામાં આવે છે, પરંતુ સાઉદી સરકાર દેશમાં પ્રવાસન અને વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે તેના અતિ-રૂઢિચુસ્ત વલણમાં બદલાવ કરીને આ લિકર શોપ ખોલી રહી છે. આ શોપ રિયાધના ડિપ્લોમેટિક ક્વાર્ટરમાં જ હશે જ્યાં ઘણાં દેશોના દૂતાવાસ છે અને આ વિસ્તારમાં રાજદ્વારીઓ રહે છે.

1950થી છે શરાબ પર પ્રતિબંધ

સાઉદી અરેબિયાએ 1950ના દાયકાની શરૂઆતથી શરાબ પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી અરેબિયાના સ્થાપક અને તત્કાલીન રાજા અબ્દુલ અઝીઝે 1951ની એક ઘટના બાદ શરાબનું વેચાણ અટકાવી દીધું હતું, જેમાં તેમના એક પુત્ર, પ્રિન્સ મિશારીએ નશામાં ધૂત થઈને જેદ્દાહમાં બ્રિટિશ વાઇસ કોન્સુલ (Vice Consul) સિરિલ ઉસ્માનને મારવા માટે બંદૂકનો ઉપયોગ કર્યો હતો. સંયુક્ત આરબ અમીરાતમાં સાઉદી તેના પડોશી દેશો કુવૈત અને શારજાહ સાથે શરાબ પર પ્રતિબંધ મૂકનારા વિશ્વના કેટલાક દેશોમાંનો એક છે.

સાઉદી અરબના ઈતિહાસમાં 70 વર્ષમાં પ્રથમ વખત ખૂલશે લિકર શોપ,  કોને મળશે લાભ? 2 - image


Google NewsGoogle News