Get The App

સાઉદી અરબમાં અમેરિકન નાગરિકને મોતની સજા, આ વર્ષે અત્યાર સુધીમાં 19 વિદેશીઓને મૃત્યુદંડ અપાયો

Updated: Aug 17th, 2023

GS TEAM


Google News
Google News
સાઉદી અરબમાં અમેરિકન નાગરિકને મોતની સજા, આ વર્ષે અત્યાર સુધીમાં 19 વિદેશીઓને મૃત્યુદંડ અપાયો 1 - image

image : twitter

જેદ્દાહ,તા.17 ઓગસ્ટ 2023,ગુરૂવાર

મોતની સજાના મામલે સાઉદી અરબની સરકારનુ વલણ પહેલેથી જ આકરુ રહ્યુ છે. હવે સાઉદી અરબે એક અમેરિકન નાગરિકને મોતની સજા આપી છે. તેના પર ઈજિપ્શિયન મૂળના પોતાના પિતાને યાદના આપવાનો અને પછી તેમી હત્યા કરવાનો આરોપ છે.

સાઉદી અરબ આ વર્ષે 19 વિદેશી નાગરિકોને મોતની સજા આપી ચુકી છે. જેમાં અમેરિકન નાગરિક બિશોય શરીફ નાજી નસીફનો પણ હવે સમાવેશ થયો છે. જોકે મીડિયામાં નાજી નસીફ અંગે ઝાઝી જાણકારી ઉપલબ્ધ નથી.તેને કેવી રીતે મોતની સજા અપાઈ છે તે પણ જાણવા મળ્યુ નથી. જોકે એવુ મનાઈ રહ્યુ છે કે, સાઉદીમાં સામાન્ય રીતે માથુ અલગ કરીને મોતની સજા અપાય છે અને અમેરિકન નાગરિકના કિસ્સામાં પણ આવુ જ થયુ હોઈ શકે છે.

નસીફ પર પોતાના પિતાને મારવાનો અને બાદમાં ગળુ ઘોંટીને હત્યા કરવાનો આરોપ હતો. નસીફે પિતાના મૃતદેહના પણ ટુકડા કરી નાંખ્યા હતા. આરોપી ડ્રગ્સનો બંધાણી હતો. જ્યારે તેની ધરપકડ કરવાની કોશિશ કરી ત્યારે પણ તેણે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો.

સાઉદી અરબમાં 2022માં ચીન અને ઈરાન બાદ સૌથી વધારે લોકોને મોતની સજા આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 2015માં સાઉદી કિંગ મહોમ્મદ બિન સલમાને સત્તા સંભાળી તે પછી 1000 કરતા વધારે લોકોને મોતની સજા અપાઈ છે.

Tags :