Get The App

સાઉદીમાં તૂટ્યો ફાંસીનો રેકોર્ડ! 100થી વધુ વિદેશીને અપાઈ સજા, જાણો કેટલા ભારતીયોને મળ્યું મોત

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
સાઉદીમાં તૂટ્યો ફાંસીનો રેકોર્ડ! 100થી વધુ વિદેશીને અપાઈ સજા, જાણો કેટલા ભારતીયોને મળ્યું મોત 1 - image


Saudi Arabia Executes Over 100 Foreigners: સાઉદી અરેબિયામાં આ વર્ષે 100થી વધુ વિદેશીઓને ફાંસી આપવામાં આવી છે. એક સમાચાર એજન્સીએ માનવાધિકાર સંગઠનનો હવાલો આપતા આ માહિતી આપી છે. આ આંકડો છેલ્લા ત્રણ વર્ષની તુલનામાં લગભગ ત્રણ ગણો વધારે છે.

શનિવારે દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર નઝરાનમાં એક યમનના નાગરિકને ડ્રગ્સની તસ્કરીના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી. ત્યારબાદ આ વર્ષે ફાંસીની સજા પામેલા વિદેશીઓની કુલ સંખ્યા 101 થઈ ગઈ છે. 

વર્ષ 2022 અને 2023માં 34 વિદેશી નાગરિકોને સાઉદી અરેબિયાએ ફાંસીની સજા આપી છે. ESOHRના કાયદાકીય નિર્દેશક તાહા અલ-હાજીએ જણાવ્યું કે, સાઉદી અરેબિયાએ એક વર્ષમાં આટલા વિદેશીઓને ફાંસી આપી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

ફાંસી આપવાના મામલે સાઉદી ત્રીજા નંબર પર

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના જણાવ્યા પ્રમાણે ફાંસી આપવાના મામલે ચીન અને ઈરાન બાદ સાઉદી અરેબિયા ત્રીજા નંબર પર છે. 

આ પણ વાંચો: મણિપુરમાં હિંસાનો જ્વાળામુખી: BJP-કોંગ્રેસના કાર્યાલયમાં લૂંટ, MLAના ઘરમાં આગચંપી, એકનું મોત

આ દેશના નાગરિકોને આપવામાં આવી ફાંસીની સજા

જે વિદેશી નાગરિકોને ફાંસી આપવામાં આવી છે તેમાં પાકિસ્તાન, યમન, સીરિયા, નાઈજીરિયા, ઈજિપ્ત, જોર્ડન અને ઈથોપિયાના નાગરિકોનો સામેલ છે. જેમાં પાકિસ્તાનના 21, યમનના 20, સીરિયાના 14, નાઈજીરિયાના 10, ઈજિપ્તના 9, જોર્ડનના 8અને ઈથોપિયાના 7 નાગરિકો સામેલ છે. સુદાન, ભારત અને અફઘાનિસ્તાનના ત્રણ-ત્રણ અને શ્રીલંકા, એરિટ્રિયા અને ફિલિપાઈન્સના 1-1 વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી.

રાજદ્વારીઓ અને કાર્યકર્તાઓનું કહેવું છે કે, વિદેશી પ્રતિવાદીઓની નિષ્પક્ષ સુનાવણી નથી થઈ શકતી. સજા પામનાર વિદેશી નાગરિકો મોટા ડ્રગ ડીલરોનો શિકાર બની જાય છે. ધરપકડના સમયથી લઈને ફાંસી સુધી આરોપીઓને પોતાની વાત કોર્ટ સામે મૂકવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 


Google NewsGoogle News