સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને સતાવી રહ્યો છે હત્યાનો ડર, અમેરિકન અધિકારીઓ સામે વ્યક્ત કરી આશંકા

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
Mohammed bin Salman Al Saud


Prince Of Saudi Arabia is Afraid Of The USA Deal : કરાર હેઠળ અમેરિકા સાઉદી અરેબિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે સાઉદી અરેબિયાના નાગરિક પરમાણુ કાર્યક્રમમાં પણ મદદરૂપ થશે. અમેરિકા અને સાઉદી અરેબિયા સાથે કરવામાં આવેલા કરારના આધારે અમેરિકા સાઉદી અરેબિયામાં ટેક્નોલોજી ક્ષેત્રે પણ રોકાણ કરશે. પરંતુ સાઉદી અરેબિયાના પ્રિન્સે ડર હોવા છતાં દેશના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને અમેરિકાની ડીલ પર આગળ વધવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો : મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી, PM મોદી સાથે ફોન પર કરી વાત

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને આ વાતનો લાગે છે ડર

એક રિપોર્ટ પ્રમાણે, ઈઝરાયેલ-સાઉદી અરેબિયા-અમેરિકા વચ્ચે સંભવિત ડીલને લઈને અમેરિકન અધિકારીઓએ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે, 'જો તેઓ આ ડીલ પર આગળ વધે છે તો તેમની હત્યા પણ થઈ શકે છે.' આ દરમિયાન અમેરિકાના અધિકારીએ મોહમ્મદ બિન સલમાનની સુરક્ષાને લઈને આશ્વાસન આપ્યું હતું. તેવામાં મોહમ્મદ બિન સલમાને અમેરિકાના અધિકારીને પૂછ્યું કે, 'જ્યારે 1981માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદતની ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, ત્યારે અમેરિકાએ શું કર્યું હતું?' પરંતુ સાઉદી અરેબિયાના પ્રિન્સે ડર હોવા છતાં દેશના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને અમેરિકાની ડીલ પર આગળ વધવાનું નક્કી કર્યું હતું.

કરાર કરવાથી સાઉદી અરેબિયાને શું ફાયદો થશે

મીડિયા રિપોર્ટ પ્રમાણે, અમેરિકા અને સાઉદી અરેબિયા સાથે કરવામાં આવેલા કરારના આધારે અમેરિકા સાઉદી અરેબિયામાં ટેક્નોલોજી ક્ષેત્રે પણ રોકાણ કરશે. આના બદલે સાઉદી અરેબિયાએ ચીન સાથેના પોતાના સંબંધો ઓછા કરવા પડશે અને ઈઝરાયેલની સાથે રાજકીય સંબંધો કાયમ માટે બંધ કરવાના રહેશે. આ દરમિયાન જો સાઉદી અરેબિયા ઈઝરાયેલ સાથે રાજકીય સંબંધો સ્થાપિત કરશે તો, તેનાથી ઈઝરાયેલને સૌથી વધુ ફાયદો થશે. સાઉદી અરેબિયાનો આરબ વિશ્વમાં ભારે પ્રભાવ છે. પરંતુ સાઉદી અરેબિયાના પ્રિન્સને એ ડર સતાવી રહ્યો છે કે, જો તે પેલેસ્ટાઈનને અલગ દેશનો દરજ્જો આપ્યા વિના ઈઝરાયેલ સાથે રાજકિય સંબંધો સ્થાપિત કરે છે, તો તે ઈસ્લામિક કટ્ટરપંથીઓના હુમલામાં આવી શકે છે.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને સતાવી રહ્યો છે હત્યાનો ડર, અમેરિકન અધિકારીઓ સામે વ્યક્ત કરી આશંકા 2 - image


Google NewsGoogle News