Get The App

ના અમેરિકા અને ના રશિયા... પુતિન અને ટ્રમ્પની બે મુસ્લિમ દેશોમાં થઈ શકે છે મુલાકાત

Updated: Feb 3rd, 2025


Google News
Google News
ના અમેરિકા અને ના રશિયા... પુતિન અને ટ્રમ્પની બે મુસ્લિમ દેશોમાં થઈ શકે છે મુલાકાત 1 - image


US - Russia: છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી શકે છે. જોકે, આ બેઠકના સ્થળ માટે અમેરિકા કે રશિયાને બદલે અન્ય દેશોના નામોની ચર્ચા થઈ રહી છે. રશિયન સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો આ બેઠક માટે બે મુસ્લિમ દેશોના નામો પર વિચાર કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે રશિયા બંને નેતાઓ વચ્ચે સાઉદી અરેબિયા અથવા મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાત(UAE)માં બેઠક યોજવાની યોજના બનાવી રહ્યું છે.

રશિયન સૂત્રોએ જણાવ્યું છે કે, તાજેતરમાં કેટલાક વરિષ્ઠ રશિયન અધિકારીઓએ સાઉદી અરેબિયા અને યુએઈની મુલાકાત લીધી છે. જોકે, આ અંગે સાઉદી અરેબિયા અને યુએઈ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. અગાઉ, અનેક વખત ટ્રમ્પે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની ખાતરી આપી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, તેઓ પુતિનને મળવા માટે તૈયાર છે. બીજી તરફ પુતિને ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન પુતિને એમ પણ કહ્યું હતું કે, તેઓ યુક્રેનના મુદ્દા પર ચર્ચા કરવા માટે ટ્રમ્પને મળવા તૈયાર છે.

આ પણ વાંચો: ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું પનામા, ચીનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટથી પીછેહઠ કરી

બંને દેશોએ સંતુલન જાળવી રાખ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન બંનેએ યુક્રેન યુદ્ધ દરમિયાન તટસ્થતા જાળવી રાખી છે. બંને દેશોએ રશિયાની ટીકા કરવામાં અને તેના પર પ્રતિબંધો લાદવામાં પશ્ચિમી દેશો સાથે જોડાવાનું ટાળ્યું છે. બંને નેતાઓએ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે પણ નિયમિત સંપર્ક જાળવી રાખ્યો છે.

પુતિન અને ટ્રમ્પ સાથે સારા સંબંધો

તમને જણાવી દઈએ કે, રશિયા અને અમેરિકાના આ બંને આરબ દેશો સાથે સારા સંબંધો રહ્યા છે. શપથ લીધા પછી, ટ્રમ્પે સૌપ્રથમ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન ટ્રમ્પે ક્રાઉન પ્રિન્સને એક અદ્ભુત વ્યક્તિ પણ ગણાવ્યા. 2023માં સાઉદી અરેબિયા અને યુએઈની મુલાકાત લેનારા પુતિને ગયા સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, શીત યુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચેના સૌથી મોટા કેદી અદલાબદલીમાં મદદ કરવા બદલ તેઓ મોહમ્મદ બિન સલમાનના આભારી છે.

આ પણ વાંચો: ચીન, કેનેડા બાદ ટ્રમ્પે આ દેશને વારો પાડ્યો, ફન્ડિંગ જ અટકાવી દેવાની ધમકી, જાણો શું છે મામલો

Tags :
USARussiaDonald-trumpputin

Google News
Google News