Get The App

US ની પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડર સાંસદને લઈને વિવાદ સર્જાયો, અંતે નવો પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
Sarah McBride


Sarah McBride MP In America: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી 2024માં ડોનાલ્ડ ટ્રમ્પે જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં પ્રથમ વખત ટ્રાન્જેન્ડર ઉમેદવારની પણ જીત થઈ છે. ડેમોક્રેટ નેતા સારા મેકબ્રાઈડ ટ્રાન્સજેન્ડર મહિલા દ્વારા વોશરૂમનો ઉપયોગ કરવા સંદર્ભે અમેરિકાની સંસદમાં વિવાદ છેડાયો છે. 

પુરૂષ રૂપે જન્મ લેનારા સારાએ સર્જરી કરાવી મહિલામાં ટ્રાન્સફોર્મ કરાવ્યું હતું. સારા મેકબ્રાઈડ સાંસદ બનતાં કેપિટલ હિલની સંસદમાં વિવાદ સર્જાયો હતો, જેમાં અંતે એક પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો હતો. રિપબ્લિક પાર્ટીની મહિલા સાંસદ નેસી મેસએ સારા દ્વારા લેડીઝ વોશરૂમનો ઉપયોગ કરવા પર આપત્તિ દર્શાવાઈ હતી. નેસીએ કહ્યું કે, સારા લેડીઝ વોશરૂમનો ઉપયોગ કરી શકે નહીં, કારણકે, તેનાથી અન્ય મહિલાઓને અગવડ પડશે. અને તેમની સુરક્ષા જોખમાશે.

સારા મેકબ્રાઈડના વિરોધમાં નેસીએ અમેરિકી પ્રતિનિધિ સભામાં બે પાનાંનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘સંસદના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના મૂળ જેન્ડર સિવાય અન્ય કોઈ જેન્ડરનું વોશરૂમ વાપરવા માટે મંજૂરી આપવી જોઈએ નહીં. પુરૂષ રૂપે જન્મેલા લોકોને લેડીઝ ટોયલેટ કે ચેન્જિંગ રૂમમાં પ્રવેશ આપવાથી મહિલાઓની સુરક્ષા પર જોખમ આવી શકે છે.’

આ પણ વાંચોઃ ગુયાનામાં PM મોદીને અપાયું સર્વોચ્ચ સન્માન, કહ્યું- આ એવોર્ડ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત



સારા મેકબ્રાઈડે શું કહ્યું?

સારા મેકબ્રાઈડે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે કે, આ રાઈટવીંગના નેતાઓનું ષડયંત્ર છે. જેની મદદથી તેઓ જનતાને વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવવા માગે છે. સારાએ સરકાર પર આરોપ મૂક્યો છે કે, આ લોકો પાસે એવી સમસ્યાઓનું સમાધાન જ નથી, જેનો લોકો સામનો કરી રહ્યા છે.

અંતે લેવાયો નિર્ણય

અમેરિકાના હાઉસ સ્પીકર માઈક જોનસને નેસી મેસના ટ્રાન્સજેન્ડરને લેડીઝ વોશરૂમનો ઉપયોગ કરવાનો ઈનકાર કરતાં પ્રસ્તાવના વિચારને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે,મહિલાઓ માટે પર્સનલ સ્પેસ અત્યંત જરૂરી છે. કેપિટલ હિલથી માંડી સાંસદ સુધી આ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. 

US ની પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડર સાંસદને લઈને વિવાદ સર્જાયો, અંતે નવો પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો 2 - image


Google NewsGoogle News