વિશ્વના આ મુસ્લિમ દેશોમાં સમલૈંગિક વિવાહને મળી છે મંજુરી, ભારતમાં સુપ્રીમે માન્યતા ન આપી

ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નોને મંજૂરી આપવામાં આવી છે

સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
વિશ્વના આ મુસ્લિમ દેશોમાં સમલૈંગિક વિવાહને મળી છે મંજુરી, ભારતમાં સુપ્રીમે માન્યતા ન આપી 1 - image

ભારતમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવાની ચર્ચા પર પૂર્ણવિરામ લાગી ગયું છે. સુપ્રીમ કોર્ટે આ પ્રકારના વિવાહને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે અને જણાવ્યું હતું કે આ મામલે સંસદ જ ફેસલો લઈ શકે છે.  છેલ્લા ઘણા સમયથી આ બાબતને લઈને વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે. દુનિયામાં ઘણા એવા દેશો છે જેમણે આવા તમામ લગ્નોને છૂટ આપી છે. જેમાં ઘણા મુસ્લિમ દેશોનો પણ સમાવેશ થાય છે, જ્યાં બે પુરુષ અથવા બે મહિલાઓ લગ્ન કરી શકે છે.

ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નોને મંજૂરી આપવામાં આવી છે

વિશ્વમાં લગભગ 34 દેશો એવા છે જ્યાં સમલૈંગિક લગ્નોને છૂટ આપવામાં આવી છે. એટલે કે અહીં કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. કેટલાક દેશો એવા છે જેમણે આ અંસમલૈંગિક પોતાના કાયદા બનાવ્યા છે અને કેટલાક દેશોમાં આવા લગ્નો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વિશ્વના આવા 10 મુસ્લિમ દેશો પણ આ યાદીમાં સામેલ છે, જ્યાં સમલૈંગિક લગ્નોને છૂટ આપવામાં આવી છે.

આ મુસ્લિમ દેશોમાં છૂટ આપવામાં આવી છે

લેબનોન જેવા દેશમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી છે. 2014માં કોર્ટના નિર્ણય પછી સમલૈંગિકતાને અપરાધ જાહેર કરવામાં આવ્યો હતો. આ સિવાય કઝાકિસ્તાન, માલી, નાઈજર, તુર્કી, ઈન્ડોનેશિયા, અલ્બેનિયા, બહેરીન, ઉત્તરી સાયપ્રસ અને અઝરબૈજાન જેવા દેશોમાં પણ સમલૈંગિકોને લગ્ન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે, કેટલાક દેશો એવા છે જ્યાં સમલૈંગિક કપલ્સને અન્ય કપલ્સ જેવા અધિકારો આપવામાં આવતા નથી.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

ભારતમાં છેલ્લા ઘણા સમયથી સમલૈંગિકતા અને આવા કપલ્સના લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. દરમિયાન, આવા યુગલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમને પણ અન્ય લોકોની જેમ લગ્ન કરવાનો અધિકાર મળવો જોઈએ, જેના પર સુપ્રીમ કોર્ટે લાંબી સુનાવણી બાદ પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આવા લગ્નોને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તે જ સમયે, સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાથી સ્પષ્ટ થાય છે કે તે તેની વિરુદ્ધ છે, તેથી સંસદમાં આ અંસમલૈંગિક કાયદો બનાવવો શક્ય જણાતું નથી.


Google NewsGoogle News