Get The App

'જેવું બાંગ્લાદેશમાં થયું તેવું ભારતમાં પણ થઈ શકે..' કદાવર કોંગ્રેસી નેતાના નિવેદને ટેન્શન વધાર્યું

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
'જેવું બાંગ્લાદેશમાં થયું તેવું ભારતમાં પણ થઈ શકે..' કદાવર કોંગ્રેસી નેતાના નિવેદને ટેન્શન વધાર્યું 1 - image


Bangladesh News | બાંગ્લાદેશમાં તાજેતરની રાજકીય સ્થિતિ વિશે આખી દુનિયા વાકેફ છે. કેવી રીતે ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત તરફ ભાગવું પડ્યું. હવે આ ઘટના વિશે કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુરશીદે મહત્ત્વની ટિપ્પણી કરી છે. તેમણે ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે બાંગ્લાદેશમાં જેવી સ્થિતિ છે અને ત્યાં જેવી ઘટનાઓ બની રહી છે તેવી સ્થિતિ ભારતમાં પણ સર્જાઈ શકે છે. 

સલમાન ખુરશીદે આપી ચેતવણી 

પૂર્વ કેન્દ્રીયમંત્રી સલમાન ખુરશીદે શિક્ષણવિદ મુજીબુર રહેમાનના પુસ્તક 'શિકવા એ હિન્દ : ધ પોલિટિકિલ ફ્યૂચર ઓફ ઈન્ડિયન મુસ્લિમ્સ' ના લોન્ચિંગના અવસરે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કાશ્મીરમાં બધું સામાન્ય દેખાઈ શકે. અહીં બધે જ બધુ સમાન્ય દેખાઈ શકે છે. આપણે જીતની ઉજવણી કરી રહ્યા હોઈશું. જોકે અમુક લોકો માને છે કે એ જીત કે પછી 2024ની સફળતા કદાચ સામાન્ય જ હતી. હજુ પણ કંઇક કરવાની જરૂર છે. પૂર્વ વિદેશમંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશમાં જે ઘટનાઓ બની રહી છે તે ભારતમાં બને તો નવાઈ નહીં. બાંગ્લાદેશમાં આ ઘટના જેવી રીતે ફેલાઈ છે તેવી ભારતમાં ફેલાતી રોકવામાં આવે છે. 

શાહીન બાગ પર બોલ્યાં આરજેડી સાંસદ મનોજ ઝા 

આ કાર્યક્રમમાં RJDના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (NRC) વિરુદ્ધ શાહીન બાગ આંદોલન વિશે વાત કરી અને કહ્યું કે તેને યોગ્ય ક્રેડિટ આપવામાં આવી નથી. ઝાએ કહ્યું, "શાહીન બાગની સફળતાને તેની સિદ્ધિઓની ભવ્યતાના માપદંડ પર માપવી જોઈએ નહીં. યાદ રાખો કે શાહીન બાગનો વિરોધ શું હતો... જ્યારે સંસદ હારી ગઈ, ત્યારે શેરીઓ જીવંત થઈ ગઈ."

શાહીન બાગ પર સલમાન ખુર્શીદે શું કહ્યું?

દક્ષિણ-પૂર્વ દિલ્હીના શાહીન બાગમાં CAA વિરુદ્ધ મહિલાઓની આગેવાની હેઠળના દેખાવ લગભગ 100 દિવસ સુધી ચાલુ રહ્યા અને દેશભરમાં સમાન વિરોધને પ્રેરણા મળી. મનોજ ઝાને લાગે છે કે શાહીન બાગ ચળવળ સફળ રહી હતી, જ્યારે સલમાન ખુર્શીદનું માનવું છે કે આંદોલન નિષ્ફળ ગયું છે કારણ કે વિરોધનો ભાગ બનેલા ઘણા લોકો હજુ પણ જેલમાં છે. ખુર્શીદે એમ પણ કહ્યું કે આજે દેશમાં શાહીન બાગ જેવું બીજું આંદોલન ન થઈ શકે. કોંગ્રેસ નેતાએ કહ્યું, "તમને ખરાબ લાગશે જો હું કહું કે શાહીન બાગ નિષ્ફળ ગયો?​​આપણામાંથી ઘણા માને છે કે શાહીન બાગ સફળ રહ્યો, પરંતુ હું જાણું છું કે શાહીન બાગ સાથે જોડાયેલા લોકોનું શું થઈ રહ્યું છે. તેમાંથી કેટલા લોકો હજુ પણ જેલમાં છે.

'જેવું બાંગ્લાદેશમાં થયું તેવું ભારતમાં પણ થઈ શકે..' કદાવર કોંગ્રેસી નેતાના નિવેદને ટેન્શન વધાર્યું 2 - image


Google NewsGoogle News