ઓલિમ્પિક્સ પૂર્વે ફ્રાંસનાં રેલ-નેટવર્કમાં સેબોટેજ : અનેક રેલ સેવાઓ ખોરવાઈ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
ઓલિમ્પિક્સ પૂર્વે ફ્રાંસનાં રેલ-નેટવર્કમાં સેબોટેજ : અનેક રેલ સેવાઓ ખોરવાઈ 1 - image


- આતંકીઓનો ઓલિમ્પિક્સ પરનો પહેલો પંજો ?

- ગુરૂવારે રાત્રે અનેક SNCF રેલ સેવા નિશાન બની તેથી એટલાંટિક નોર્ધન અને ઇસ્ટર્ન લાઈન્સ બંધ રાખવી પડી

પેરીસ : ફ્રાંસમાં ઓલિમ્પિક્સ રમતોત્સવના પ્રારંભ પૂર્વે આતંકીઓએ તેમનો પહેલો પંજો ફ્રાંસની રેલ-સેવાઓ ઉપર પાડયો હોવાનું દ્રઢ અનુમાન થઇ રહ્યું છે. આથી અનેક રેલ સેવાઓ ઠપ્પ થઇ છે. તેમા સપ્તાહના અંત સુધી પણ ચાલુ થઇ શકશે કે કેમ તેની શંકા સેવાઈ રહી છે. આ સેવા ઠપ્પ થતાં આશરે ૮ લાખ પ્રવાસીઓ જુદાં જુદાં સ્ટેશનોએ અટવાઈ પડયા છે. તે પૈકીના કેટલાક તો ઓલિમ્પિક રમતોત્સવ માણવા પેરીસ જવા માગતા હતા.

આટલું જ નહીં પરંતુ ટ્રેનો ઉપર હુમલા થયા હતા તો કેટલાંક સ્થળોને તો ટ્રેનોને આગ લગાડવાની પણ ઘટનાઓ બની રહી.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આમા એકી સાથે લગભગ એક જ સમયે થયેલા આ હુમલાઓ પાછળ એક સુવ્યવસ્થિત કાવતરૃં હોવાની પૂરેપૂરી શંકા છે.

ગુરૂવારે રાત્રે જ એકી સાથે કેટલીયે ટ્રેનો ઉપર હુમલા થતાં ફ્રાંસની એટલાંટિક નોર્ધન, અને ઇસ્ટર્ન લાઈન્સને ગંભીર અસર થતાં તે ઉપરના રૂટ કેન્સલ કરવા પડયા હતા. તેમ નેશનલ ટ્રેન ઓપરેટરે જણાવ્યું હતું.

ફ્રાંસના યાતાયાત મંત્રી પેટ્રિક બર્ગીટ્રેએ ઓલિમ્પિક્સ રમતોત્સવની ઉદ્ધાટન વિધિપૂર્વે જ ફ્રાંસના હાઇસ્પીડ રેલ નેટવર્ક ટીજીવી નેટવર્ક ઉપર થયેલા આ હુમલા ભયંકર હતા. તેની રેલ-ટ્રાફિક ઉપર ઘણી ગંભીર અસર થવા સંભવ છે. જ્યારે ફ્રાંસની રેલલાઇનના ચીફ એક્ઝીક્યુટિવ જીન-પીયરે ફર્નાન્ડોને કહ્યું હતું કે આથી ૮ લાખ જેટલા પ્રવાસીઓ અટવાઈ પડયા છે. અમે કેટલીક ટ્રેનો બીજા રૂટ ઉપરથી ચલાવવા કહ્યું છે પરંતુ મોટાભાગની ટ્રેનો તો કેન્સલ કરવી પડી છે. જો કે સઘર્ન લાઈનને અસર થઇ નથી.

આ ઓલિમ્પિક ગેઇમ્સમાં ૭,૫૦૦ હરીફો ભાગ લેવાના છે, તેઓ સીન નદીના ચાર માઇલના પટમાં ૮૫ બોટ દ્વારા માર્ચ પાસ્ટ કરવાના છે. આ ઓલિમ્પિક્સ જોવા ઘણા વીઆઈપીઝ આવવાના છે. આશરે ૩ લાખ જેટલા પ્રેક્ષકો તે ઓલિમ્પિક્સ માણવાના છે.


Google NewsGoogle News