એસ.જયશંકરની જર્મનીનાં વિદેશમંત્રી સાથે મંત્રણા : યુક્રેન, ગાઝા યુદ્ધ કેન્દ્રસ્થાને રહ્યાં

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
એસ.જયશંકરની જર્મનીનાં વિદેશમંત્રી સાથે મંત્રણા : યુક્રેન, ગાઝા યુદ્ધ કેન્દ્રસ્થાને રહ્યાં 1 - image


- ઇન્ડો પેસિફિક વિસ્તાર ઉપર સૌથી વધુ ભાર મુકાયો, વ્યાપાર, નિવેશ, ટેકનોલોજી અને સંરક્ષણ અંગે કરારો

બર્લિન : વિદેશ મંત્રી એસ.જયશંકરે જર્મનીનાં વિદેશ મંત્રી એન્નાલિના બેરબોક સાથે સઘન મંત્રણાઓ કરી હતી. જેમાં યુક્રેન તથા ગાઝા યુદ્ધ કેન્દ્ર સ્થાને રહ્યાં હતાં. સાથે ઇન્ડો પેસિફિક વિસ્તારમાં શાંતિ જાળવવા વિષે પણ વિચારણા થઇ હતી. ઉપરાંત વ્યાપાર, નિવેશ, ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે પણ કરારો થયા હતા.

જયશંકર સઉદી અરેબિયામાં યોજાયેલી સર્વ પ્રથમ ઇંડીયા-ગલ્ફ-કોઓપરેશન કાઉન્સીલ-મિનિસ્ટ્રીયલ મીટીંગમાં હાજરી આપી, આજે સવારે અહીં આવી પહોંચ્યા હતા અને બેરબોક સાથે, વ્યાપક મંત્રણાઓ કરી હતી. પોતાના ઠ પોસ્ટ ઉપર આ વિષે જયશંકરે લખ્યું.

વિદેશ મંત્રી એ.બેરબોક સાથે વ્યાપક મંત્રણાઓ થઇ, જેમાં ભારત-જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સાધવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. તેમાં વ્યાપાર અને મહારોકાણો મુખ્ય રહ્યાં તેમજ સ્કિલ્ડ લેબરની આપલે વિષે પણ ચર્ચ થઇ.

આ સાથે એસ.જયશંકરે લખ્યું કે મંત્રણા દરમિયાન મુખ્ય મુદ્દાઓ તો યુક્રેન અને ગાઝા યુદ્ધ તેમજ ઇન્ડો પેસિફિક રીજીયન ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

જયશંકરે આ મુદ્દાઓ વિષે ભારતમાં યોજાનારાં ૭માં ઇન્ટર ગવર્નમેન્ટલ કન્સલટેશન્સમાં આવવા, એન્નાલિના બેરબોકને આમંત્રણ આપ્યું હતું જે તેઓએ સ્વીકાર્યું પણ હતું.


Google NewsGoogle News