એસ.જયશંકરે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ ગુજરાતમાં રશિયન પ્રતિનિધિત્વની આશા વ્યક્ત કરી

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
એસ.જયશંકરે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ ગુજરાતમાં રશિયન પ્રતિનિધિત્વની આશા વ્યક્ત કરી 1 - image


Image Source: Twitter

-  બંને દેશોના શીર્ષ નેતૃત્વ સતત એકબીજાના સંપર્કમાં: એસ.જયશંકર 

નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર

વિદશ મંત્રી જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે. રશિયા પહોંચેલા એસ. જયશંકરે રશિયન MFA રિસેપ્શન હાઉસમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત અને સ્થિર છે. આ સાથે જ તેમણે કહ્યું કે મને લાગે છે કે, અમારા બંને દેશો વિશેષ રણનીતિક ભાગીદારી પર ખરા ઉતર્યા છીએ છે. અમે એક વર્ષમાં લગભગ છ વખત મુલાકાત કરી ચૂક્યા છીએ અને મારી તથા મારા સમકક્ષ લાવરોવની આ સાતમી મુલાકાત છે. બંને દેશોના શીર્ષ નેતૃત્વ સતત એકબીજાના સંપર્કમાં છે.

મોસ્કોમાં રહેવું હંમેશા સુખદ: એસ.જયશંકર

પોતાના સંબોધનમાં જયશંકરે કહ્યું કે અમને જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાતની બેઠકમાં મજબૂત રશિયન ભાગીદારીની આશા છે. અમે અનેક ક્ષેત્રે પોતાના દ્વિપક્ષીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. બીજી તરફ આ દરમિયાન જયશંકરે કહ્યું કે મોસ્કોમાં રહેવું હંમેશા સુખદ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે હું તમારી સાથે સહમત છું કે આપણા સંબંધો હંમેશા મજબૂત અને સ્થિર રહ્યા છે.

બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દા પર થઈ ચર્ચા: રશિયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને રશિયન વિદેશ મંત્રાલયે લખ્યું કે, રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે મોસ્કોમાં પોતાના સમકક્ષ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ હતી. રશિયા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે બે મહાન દેશો વચ્ચે યોજાનારી બેઠકમાં દુનિયામાં બદલાતી પરિસ્થિતિઓ અને માંગો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ આતંરરાષ્ટ્રીય રણનીતિક સ્થતિ, સંઘર્ષ અને તણાવ પર ચર્ચા કરશે.



Google NewsGoogle News