Get The App

ટ્રમ્પનો શપથવિધિ : મોદીના પ્રતિનિધિ એસ. જયશંકરને પ્રથમ હારોળમાં એઝલ પાસે જમણી બાજુએ સીટ અપાઈ

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ટ્રમ્પનો શપથવિધિ : મોદીના પ્રતિનિધિ એસ. જયશંકરને પ્રથમ હારોળમાં એઝલ પાસે જમણી બાજુએ સીટ અપાઈ 1 - image


- શપથવિધિઓમાં વડાપ્રધાન વિશેષ પ્રતિનિધિ મોકલે છે

- જયશંકરે કહ્યું : ભારતનું પ્રતિનિધિત્વ કરવું તે જ બહુમાન છે, તેઓએ મોદીનો અભિનંદનપત્ર પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને આપ્યો

વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સપન્ન થયા પછી, પ્રમુખના પહેલા જ સંબોધન સમયે દુનિયાના લગભગ તમામ દેશોના મહાનુભાવો ઉપસ્થિત હતા. ટ્રમ્પના તે વક્તવ્ય સમયે ભારતના પ્રતિનિધિ વિદેશ મંત્રી એસ. જયશંકર ટ્રમ્પની જમણી બાજુએ પ્રથમ હારોળમાં ઐઝલ પાસેની સીટમાં ''જોધપુરી કોટ'' પહેરીને બેઠેલા દેખાતા હતા.

તે સર્વવિદિત છે કે કોઈપણ સત્તાવાર સમારંભોમાં પહેલેથી જ સીટ ઉપર બેસનારનું નામ તેઓનું પદ અને દેશ લખીને 'પીન-અપ' કરાયા હોય છે. તેમાં ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રી સુબ્રમણ્યમ્ જયશંકર માટે અમેરિકાના પ્રમુખના વક્તવ્ય સમયે તેઓની જમણી બાજુ ઐઝલ તરફની સીટમાં તેઓને પ્રથમ હરોળમાં અપાયેલું સ્થાન થોડામાં ઘણું કહી જાય છે.

ભારતની પરંપરા તે રહી છે કે આવા શપથવિધિ સમારોહો સમયે વડાપ્રધાન પોતે ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તો વિશેષ પ્રતિનિધિને મોકલે છે. તે રીતે એસ. જયશંકરે તે સમારોહમાં હાજરી આપી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અભિનંદન પત્ર પણ પ્રમુખ ટ્રમ્પને આપ્યો હતો.

આ વિધિ પછી જયશંકરે ' ટ ' પ્લેટફોર્મ પર લખ્યું : ''વૉશિંગ્ટન ડીસીમાં ડૉનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ સમયે અને તે પછીના તેઓના સંબોધન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવા માટે ગૌરવ અનુભવું છે.''

તા. ૨૦ જાન્યુઆરીએ પહેલા ઉપપ્રમુખ જે. ડી. નો શપથવિધિ થશે, તે વધી નવનિર્વાવિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના પદના શપથ બધા દ્વારા તે પછી તેઓએ એક વક્તવ્ય પણ આપ્યું હતું. તે બંને વખતે જયશંકર પ્રથમ હરોળમાં ટ્રમ્પની જમણી બાજુએ ઐઝલની પાસે બેઠા હતા. તેઓએ કહ્યું : ''આ ભારતનું બહુમાન છે.'' સામાન્યત: જે દેશના પ્રતિનિધિને જ સ્થાન અપાયું છે તે પરથી તે દેશનું મહત્વ દેખાય છે.


Google NewsGoogle News