રશિયાનો યુક્રેન પર પ્રચંડ મિસાઈલ હુમલો, 29ના મોત : બાળકોની હોસ્પિટલ ખંડેર બની

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
રશિયાનો યુક્રેન પર પ્રચંડ મિસાઈલ હુમલો, 29ના મોત : બાળકોની હોસ્પિટલ ખંડેર બની 1 - image


- નાટો પરિષદમાં ઝેલેન્સ્કી પહોંચે તે રશિયા સહન ન કરી શકે : નિરીક્ષકો

- ઝેલેન્સ્કી ''નાટો'' શિખર મંત્રણામાં જતા રશિયા ગીન્નાયું : દરમિયાન કીવમાંથી ધુમાડાના ગોટા ઉડતા દેખાયા

કીવ : એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયાના પ્રમુખ સાથે મંત્રણા કરી રહ્યા છે ત્યારે રશિયાએ મિસાઈલ્સ દ્વારા યુક્રેનના પાટનગર કીવ ઉપર પ્રચંડ મિસાઈલ્સ હુમલા કરી રહ્યું છે. આ હુમલાને લીધે ઓછામાં ઓછા ૨૯ના મૃત્યુ થયા છે અને અહીંની બાળકોની હોસ્પિટલ ખંડેર બની ગઈ છે.

પ્રમુખ ઝેલેન્સ્કી વોશિંગ્ટનમાં મળનારી ''નાટો'' શિખર પરિષદમાં હાજરી આપવા આજે અહીંથી નીકળ્યા છે, પરંતુ તે પહેલા પોલેન્ડના પાટનગર વોર્સોની મુલાકાતે પહોંચી ગયા છે. ઝેલેન્સ્કી નાટો મંત્રણામાં ભાગ લેવા જતાં રશિયા ગીન્નાયું છે.  બરોબર તે સમયે જ કીવના મધ્ય ભાગમાંથી ધુમાડાના ગોટા ઉડતા પત્રકારોએ નજરો-નજર જોયા હતા.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયન આંતકીઓએ ફરી એકવખત યુક્રેન ઉપર વ્યાપક મિસાઈલ હુમલા કર્યા છે. તેમાં તેણે કીવ, નીપ્રો, ક્રીવી, રિગ, સ્લોબિયાન્સ્ક, ક્રેમાટોસ્કસ શહેરોને નિશાન બનાવ્યા છે.

સોશ્યલ મીડિયા ઉપર કરેલા પોસ્ટમાં ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે આ હુમલાથી ખંડેર બનેલી ઈમારતોના મલબા નીચે હજી કેટલાયે નાગરિકો દબાયા હશે. તેની માહિતી તો તે મલબા દુર કરાયા પછી જ મળી શકશે.

કિવીની સૌથી મોટી બાળકોની હોસ્પિટલ આ મિસાઇલ હુમલાનો ભોગ બની છે. મિસાઈલ હુમલાનો સૌથી વધુ ભોગ બન્યું છે. તેમાં બાળકોની એક હોસ્પિટલ પણ ખંડેર બની ગઈ છે. વાસ્તવમાં આ મિસાઈલ હુમલાઓમાં કુલ કેટલા લોકો માર્યા ગયા છે. તેની હજી સુધી કોઈ માહિતી જ નથી. જે ૨૦ ના મૃત્યુ નોંધાયા છે. તે તો માત્ર પ્રાથમિક માહિતી જ છે. મૃત્યુઆંક ઘણો વધવા 

સંભવ છે. કેટલાક નિરીક્ષકો આ હુમલાને યુક્રેન સામેની ચેતવણી રૂપ ગણે છે. યુક્રેનના પ્રમુખ નાટો દેશોના જ સભ્ય તેવા પોલેન્ડની મુલાકાત લઈ પછી વોશિંગ્ટનમાં યોજાનારી નાટો દેશોની શિખર મંત્રણામાં પણ ''નાટો'' વડાઓને મળવા જાય, તે રશિયા સહન કરી જ ન શકે તે સહજ છે.


Google NewsGoogle News