Get The App

યુદ્ધમાં રશિયાની એન્ટ્રી, ઈઝરાયલને આપી ધમકી! ઈરાનને જાહેરમાં કર્યો ટેકો! અમેરિકા ટેન્શનમાં

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
યુદ્ધમાં રશિયાની એન્ટ્રી, ઈઝરાયલને આપી ધમકી! ઈરાનને જાહેરમાં કર્યો ટેકો! અમેરિકા ટેન્શનમાં 1 - image


Image: Facebook

Iran Israel War: ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે તણાવ ઉચ્ચ સ્તરે છે. આ દરમિયાન રશિયાએ મોટું નિવેદન આપ્યુ છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું પુતિન આ નવા યુદ્ધમાં સીધી એન્ટ્રીના મૂડમાં છે. રશિયા હવે ઈઝરાયલ વિરુદ્ધ અને ઈરાનની સાથે ખુલીને સામે આવી ગયુ છે. રશિયાએ ઈઝરાયલને ઉશ્કેરવા માટે પશ્ચિમ દેશોની ટીકા કરી. માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલ કોઈ પણ સમયે ઈરાન પર જવાબી હુમલો કરી શકે છે પરંતુ રશિયાએ આ હુમલાથી પહેલી કડક ચેતવણી આપી દીધી છે.

ગંભીર ઉશ્કેરણી તરીકે જોવામાં આવશે

લાઓસના વિએન્ટિયનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રશિયન વિદેશ મંત્રી સર્ગેર્ઈ લાવરોવે કહ્યું 'ઈઝરાયલી હુમલાથી વિસ્તારમાં તણાવ વધવાના અણસાર છે. જો ઈરાનના અસૈન્ય પરમાણુ સંસ્થાઓ પર હુમલો કરવાની કોઈ ધમકી આપવામાં આવી તો તેને આંતરરાષ્ટ્રીય સમુદાય ગંભીર ઉશ્કેરણી તરીકે જોશે. ઈરાન પરમાણુ કાર્યક્રમનું સૈન્યીકરણ કરી રહ્યું નથી 

રશિયન વિદેશ મંત્રીએ આગળ કહ્યું કે 'વર્તમાન તણાવ છતાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ની પાસે એ વાતનો કોઈ પુરાવો નથી કે ઈરાનના પરમાણુ કાર્યક્રમનું સૈન્યીકરણ કરવામાં આવી રહ્યું છે. રશિયા તથ્યો પર આધારિત વલણ અપનાવે છે. દરેક દેશમાં તમને એવા રાજનેતા અને સાંસદ મળી જશે જે આવા વિચાર વ્યક્ત કરે છે પરંતુ એ જરૂરી નથી કે તેમના વિચાર દેશની સરકારની વાસ્તવિક નીતિઓ સાથે મેળ ખાતા હોય. અમે પહેલા પણ આ પેટર્ન જોઈ છે.' 

હુમલો કરવાની હિંમત ન કરતા

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઈરાન પ્રમુખ મસૂદ પેજેશકિયન પહેલી વખત તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતમાં શુક્રવારે મળ્યા. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની તાજેતરની સ્થિતિ પર પણ ચર્ચા કરી. મળતી જાણકારી અનુસાર બંને દેશોના મધ્ય ડ્રોન અને અન્ય સુરક્ષા ઉત્પાદનને લઈને 1.7 અબજ ડોલરના નિકાસ કરાર પણ થયા છે. પુતિને ખુલીને ઈરાનનું સમર્થન કર્યુ અને ઈઝરાયલને ચેતવણી આપતાં પુતિને કહ્યું કે, 'ઈરાન પર હુમલો કરવાનું સાહસ કરતા નહીં.'

શા માટે ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો?

એક ઓક્ટોબરે ઈરાને ઈઝરાયલ પર એક સાથે લગભગ 180થી વધુ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈરાને કહ્યું હતું કે 'આ હમાસ નેતા ઈસ્માઈલ હાનિયા, હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહ અને આઈઆરજીસીના જનરલ અબ્બાસ નિલફોરુશાનની હત્યાનો બદલો છે. આ તમામે ઈઝરાયલી હુમલામાં જીવ ગુમાવ્યા છે.'

ઈઝરાયલે હુમલાની સોગંધ ખાધી

ઈઝરાયલે ઈરાન પર બદલાની કાર્યવાહીની સોગંધ ખાધી છે. રિપોર્ટ્સ અનુસાર ઈઝરાયલનો ઈરાન પર હુમલો વધુ ઘાતક હશે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ઓઈલ પ્લાન્ટ પર હુમલો કરવાના આયોજન પર કામ કરી રહ્યું છે. જોકે ઈરાને પણ ધમકી આપી છે કે જો ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરી તો આ વખતે તે વધુ તાકાતથી જવાબ આપશે.


Google NewsGoogle News