રશિયાએ પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કરતાં ખળભળાટ, એક જમીનથી તો બીજી સમુદ્રથી લોન્ચ કરી
Russia Ukrain War: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આદેશ પર રશિયન સેનાએ પોતાના ન્યુક્લિયર પાવર બતાવવાનું શરૂ કરી દીધું છે. રશિયામાં મોટા પાયે ન્યુક્લિયરની મોક ડ્રિલ થઈ રહી છે. હવે રશિયાએ 11 હજાર કિ.મી. રેન્જની ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ યાર્સ અને સબમરિનમાંથી લોન્ચ થનારી બુલાવા બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ બંને મિસાઈલ્સ પરમાણુ હથિયારો લઈ જવા સક્ષમ છે. આ સિવાય તે જમીન પરથી અને દરિયામાં સબમરિનની મદદથી લોન્ચ થઈ શકે છે. લોન્ચર ઈરેક્ટરની મદદથી પણ યાર્સનો હુમલો થઈ શકે છે. આ બંને મિસાઈલ જમીન પરથી તેમજ દરિયામાં સબમરીન મારફતે લોન્ચ થઈ શકે છે. લોન્ચર ઈરેક્ટરની મદદથી પણ યાર્સનો હુમલો થઈ શકે છે.
આવો જાણીએ મિસાઈલની ક્ષમતા...
Yars ICBM ની તાકાત
રશિયાની સેનામાં 2011થી તહેનાત 49600 કિલો વજનની આ મિસાઈલની લંબાઈ 73.81 ફૂટ અને વ્યાસ 6.56 ફૂટ છે, જે 200 કિલોટન દારૂગોળો લઈ જઈ શકે છે. સોલિડ એન્જિન પર સંચાલિત આ બેલિસ્ટિક મિસાઈલની રેન્જ 11થી 12 હજાર કિ.મી. છે. એવું કહેવાય છે કે, આ મિસાઈલ પ્રતિ કલાકે 30,600ની ગતિથી પર હુમલો કરવા સક્ષમ છે, જે મહા વિનાશ સર્જવા પૂરતું છે.
આ પણ વાંચોઃ સબ્સિડી, ટેક્સમાં રાહત... વધુ બાળકો પેદા કરવા ચીનની સરકારે આપી લોકોને લોભામણી ઓફર્સ
Bulava SLBM ની ખાસિયત
RSM-56 Bulava સબમરિન લોન્ચ ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઈલ છે. બુલાવા ત્રણ સ્ટેજની મિસાઈલ છે. આ સોલિડ ફ્યુલ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ છે. આશરે 38 ફૂટ લંબાઈનો વૉર હેડ લાગ્યા બાદ તેની લંબાઈ વધી 40 ફૂટ થઈ જાય છે, જેમાં 6થી 10 MIRV હથિયાર લગાવી શકાય છે. આ તમામ 100થી 150 કિલોટન સુધીના પરમાણુ બોમ્બ હોય છે.
આ મિસાઈલની રેન્જ 8300થી 15 હજાર કિમી છે, પરંતુ તેની ગતિ વિશે રશિયાએ ખાસ કોઈ માહિતી આપી નથી. જો કે રશિયા પોતાની સરહદો પરથી આ મિસાઈલ વડે હુમલો કરે તો તે લક્ષિત દુનિયાના કોઈપણ ખૂણે પહોંચી શકે છે. રશિયાએ આ મિસાઈલ વડે હાલમાં જ ઓખોસ્ક સાગરમાં હુમલો કર્યો હતો.