Get The App

'દિવસમાં એક જ વાર બે મિનિટનો ટોયલેટ બ્રેક': યુક્રેનમાં શ્રીલંકનો પર રશિયન સૈનિકોનો અત્યાચાર

Updated: Sep 21st, 2022


Google NewsGoogle News
'દિવસમાં એક જ વાર બે મિનિટનો ટોયલેટ બ્રેક': યુક્રેનમાં શ્રીલંકનો પર રશિયન સૈનિકોનો અત્યાચાર 1 - image


કીવ, તા. 21 સપ્ટેમ્બર 2022 બુધવાર

ઈજિયમ શહેર પર યુક્રેનના બીજીવાર કબ્જા બાદ રશિયન સેનાના અત્યાચારોના આરોપ સામે આવી રહ્યા છે. આ શહેરમાં રહેતા શ્રીલંકાઈ લોકોના એક જૂથે રશિયન સેના પર અત્યાચારના આરોપ લગાવ્યા છે. 

રશિયન સૈનિકોના અત્યાચારની કહાની વ્યક્ત કરતા આ શ્રીલંકાઈ નાગરિકોને અહીં અમુક મહિલાથી કેદ રાખવામાં આવ્યા હતા. 

આ કેદીઓમાંથી એક દિલુજાન પતથિનાજકનએ કહ્યુ, એવુ લાગી રહ્યુ હતુ કે અમે અહીંથી જીવતા નીકળી શકીશુ નહીં.

દિલુજાન તે સાત શ્રીલંકાઈ લોકોમાંથી એક છે જેને રશિયન સૈનિકોએ મે માં પકડી લીધો હતો. રશિયન હુમલામાં પોતાનો જીવ જોખમમાં જોતા આ જૂથ કુપિયાંસ્કમાં પોતાના ઘર કરતા વધારે સુરક્ષિત ખારકીવ તરફથી નીકળ્યા હતા. કુપિયાંસ્કથી ખારકીવ 120 કિલોમીટર દૂર છે.

પરંતુ પહેલી જ ચેક પોસ્ટ પર શ્રીલંકાઈ લોકોનુ ગ્રૂપ રશિયન સૈનિકોના હાથે પકડાઈ ગયુ. આ સૈનિકોએ તેમની આંખો પર પટ્ટી બાંધી દીધી. તેમના હાથ પાછળ બાંધી દીધા અને તેમને રશિયન સરહદ નજીક વોવચાંસ્કમાં એક મશીન ટૂલ ફેક્ટરીમાં લઈ જવાયા. 

આ ચાર મહિનાના તેમના દુસ્વપ્નની શરૂઆત હતી. તેમને અહીં કેદ રાખવામાં આવ્યા. તેમની પાસેથી જબરદસ્તી કામ કરાવવામાં આવતુ હતુ અને અત્યાચાર પણ કરવામાં આવતો હતો. 

દિવસમાં એકવાર બે મિનિટનો ટોયલેટ બ્રેક

શ્રીલંકાઈ લોકોનુ આ દળ યુક્રેનમાં રોજગાર કે અભ્યાસ માટે આવ્યુ હતુ પરંતુ હવે તેઓ કેદી હતા જે રશિયનના કબ્જામાં નામ માત્રના ભોજન પર જીવિત હતા. આ કેદીઓને દિવસમાં એકવાર માત્ર બે મિનિટ માટે ટોયલેટ જવાની પરવાનગી હતી. 

ઉંમરના ત્રીજા દાયકામાં ચાલી રહેલા પુરુષોને એક રૂમમાં બંધ રાખવામાં આવ્યા હતા જ્યારે 50 વર્ષની મહિલા મેરી એડિટ ઉથાજકુમારને તેમનાથી અલગ રાખવામાં આવ્યા હતા. 

તેમણે જણાવ્યુ કે અમને એક રૂમમાં બંધ રાખવામાં આવ્યા હતા. અમે જ્યારે ન્હાવા નીકળતા હતા તો રશિયન સૈનિક અમને માર મારતા હતા. તેમણે મને બીજા બંધકોને મળવા પર પણ પ્રતિબંધ લાદ્યો હતો. અમે 3 મહિના સુધી અંદર ફસાઈ રહ્યા.

મેરીને હૃદય સંબંધિત બીમારી છે પરંતુ ત્યાં તેમને આની કોઈ દવા આપવામાં આવતી નહોતી. પરંતુ રૂમમાં એકલા કેદ રાખવાથી તેમનુ આરોગ્ય વધુ બગડ્યુ. 

તેમણે કહ્યુ, રૂમમાં એકલી કેદ રાખવામાં આવતી જેના કારણે હુ ખૂબ તણાવમાં રહેતી હતી. રશિયન સૈનિકોએ કહ્યુ કે મારુ માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી. મને દવા આપવામાં આવતી હતી પરંતુ મે લીધી નહીં. 

યુક્રેન ઈજિયમની કબરમાંથી મૃતદેહોના અવશેષ નીકાળી રહ્યુ છે. અમુક મૃતદેહો પર ઈજાના નિશાન છે. યુક્રેની રાષ્ટ્રપતિ વ્લોદોમીર જેલેંસ્કીએ કહ્યુ, ખારકીવમાં આઝાદ કરાવવામાં આવી રહેલા વિસ્તાર અને અમુક શહેરોમાં દસથી વધારે ટોર્ચર ચેમ્બર મળ્યા છે. રશિયન સૈનિકોની કેદથી આ શ્રીલંકન લોકોને ત્યારે મુક્ત કરાયા જ્યારે યુક્રેની સૈનિકોએ આ મહિને વોવચાંસ્ક સહિત અમુક વિસ્તારો પર બીજીવાર કબ્જો કરવાનુ શરૂ કર્યુ.


Google NewsGoogle News