યુક્રેન સામે જંગ લડવા બદલ રશિયાની જેલના કેદીની 17 વર્ષની સજા માફ, પ્રેમિકાની હત્યા કરી હતી

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
યુક્રેન સામે જંગ લડવા બદલ રશિયાની જેલના કેદીની 17 વર્ષની સજા માફ, પ્રેમિકાની  હત્યા કરી હતી 1 - image


Image Source: Twitter

મોસ્કો, તા. 12 નવેમ્બર 2023

રશિયા અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં યુક્રેન સામે યુધ્ધ લડવા બદલ રશિયાની જેલના એક કેદીની સજા માફ કરી દેવાઈ છે.

આ વ્યક્તિ પર પોતાની પ્રેમિકાની 111 વખત ચાકુના ઘા ઝીંકીને હત્યા કરવાનો આરોપ હતો. વ્લાદિસ્લાવ કાન્યુસ નામના 27 વર્ષા યુવાનને જેલના કેદીઓને યુધ્ધ મોરચે મોકલવાની રશિયાની નીતિના ભાગરુપે સેનામાં રીક્રુટ કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે વ્લાદિસ્લાવ કાન્યુસે પોતાની 23 વર્ષની મહિલા મિત્ર વેરા પેક્ટેલેવા પર રેપ કરવાના અને એ પછી તેની હત્યા કરી હતી. આ બદલ કોર્ટે તેને દોષી જાહેર કરીને 17 વર્ષની સજા ફટકારી હતી. જોકે એક વર્ષથી ઓછા સમયમાં તે રશિયા વતી યુધ્ધ લડીને જેલમાંથી બહાર આવી ગયો છે.

વ્લાદિસ્લાવ કાન્યુસે વેરાને ત્રણ કલાક સુધી ટોર્ચર કરી હતી અને તેના પર ચાકુના 111 જેટલા ઘા છીંક્યા હતા. રશિયાની સરકારે તેને છોડી દીધા બાદ વેરાના માતા પિતા આઘાતમાં છે.

વેરાની માતાએ કહ્યુ હતુ કે, મારી દીકરીના હત્યારાના છૂટકારાએ મને ખતમ કરી નાંખી છે. હું આમ તો માનસિક રીતે મજબૂત છું પણ સરકારે જે પ્રકારનો નિર્ણય લીધો છે તેનાથી મને બહુ આઘાત લાગ્યો છે. સરકાર એક ક્રુર હત્યારાના હાથમાં દેશની રક્ષાના નામે હથિયાર કેવી રીતે આપી શકે...આ કોઈ માણસ નથી પણ શેતાન છે..તે બદલો લેવા માટે અમારામાંથી કોઈને પણ મારી શકે છે.

જોકે કેદીઓને મોરચા પર મોકલવાની અને તેમની સજા માફ કરવાની નીતિનો રશિયન રાષ્ટ્રપતિ પુતિન બચાવ કરતા આવ્યા છે. તેમનુ કહેવુ છે કે, કેદીઓ પોતાના ગુનાઓનુ પ્રાયશ્ચિત પોતાનુ લોહી દેશની રક્ષા માટે વહાવીને કરી રહ્યા છે.


Google NewsGoogle News