Get The App

આખી દુનિયા ટેન્શનમાં! રશિયાએ બદલ્યા પરમાણુ હુમલાના નિયમો, બાઈડનના નિર્ણય બાદ ભડક્યાં પુતિન!

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
આખી દુનિયા ટેન્શનમાં! રશિયાએ બદલ્યા પરમાણુ હુમલાના નિયમો, બાઈડનના નિર્ણય બાદ ભડક્યાં પુતિન! 1 - image


Image Source: Twitter

Putin Changed Nuclear Doctrine: બાઈડનના નિર્ણયથી ભડકેલા રશિયાએ પરમાણુ હુમલાના નિયમો બદલી નાખ્યા છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે, જો કોઈ દેશ જેની પાસે પરમાણુ શક્તિ નથી, તે દેશ અન્ય કોઈ ન્યુક્લિયર પાવર ધરાવતા દેશના સપોર્ટથી હુમલો કરશે તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધનું એલાન સમજવમાં આવશે. જો રશિયા વિરુદ્ધ બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ થયો તો તેના જવાબમાં પરમાણુ હુમલો પણ કરવામાં આવી શકે છે. 

પુતિને આ ફેરફાર પોતાના દેશના ન્યુક્લિયર ડોક્ટ્રીનમાં કર્યો છે. જેથી યુક્રેનને સમર્થન કરતા દેશો તેના પર હુમલો ન કરી શકે. અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોએ તાજેતરમાં યુક્રેનને લોન્ગ રેન્જ મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ત્યારબાદ પુતિને આ પગલું ભર્યું છે. પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં એક મોટો નિર્ણય લેતા અમેરિકન પ્રમુખ જો બાઈડેને યુક્રેનને રશિયા વિરુદ્ધ યુદ્ધમાં અમેરિકા દ્વારા સપ્લાઈ કરવામાં આવેલી લોન્ગ રેન્જ મિસાઈલોના ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. પરંતુ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની એક ચાલથી આખા વિશ્વને બતાવી દીધું છે કે તેઓ આ રમતના કોઈ કાચા ખેલાડી નથી.

પુતિને અન્ય કેટલાક ફેરફાર પણ કર્યા છે......

- જો કોઈપણ દેશ રશિયા સામે ડ્રોન હુમલો કરે છે, તો તેનો જવાબ ન્યુક્લિયર ડિટરન્સના રૂપમાં પણ આપવામાં આવી શકે છે. રશિયન સેના આવા હુમલાનો જડબાતોડ જવાબ આપશે.

- જો કોઈપણ હથિયાર રશિયાની સરહદ પાર કરીને હવા અથવા અવકાશમાંથી આવશે તો તેને રશિયા સામે યુદ્ધનું એલાન ગણવામાં આવશે. આવી સ્થિતિમાં રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

- જો રશિયાને એવું લાગશે કે અમારા દેશને અને લોકોને જોખમ છે તો તે પરમાણુ મિસાઈલ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ તહેનાત કરી શકે છે. જેથી દુશ્મનના હુમલાનો જડબાતોડ જવાબ આપી શકાય.

- અવકાશમાંથી હુમલો થવાની સ્થિતિમાં રશિયા પોતાની  મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરશે. આ સાથે જ સ્પેસમાં પણ હુમલો કરવામાં આવી શકે છે. આ પ્રકારના હુમલામાં ન્યુક્લિયર ડિટરન્સનો ઉપયોગ પણ કરવામાં આવી શકે છે. 

આ પણ વાંચો: સત્તા છોડ્યા પહેલા બાઈડેને યુક્રેનને આપી મિસાઇલના ઉપયોગની છૂટ, ટ્રમ્પનું વધશે ટેન્શન

રશિયાએ આવું કેમ કર્યું?

પુતિનને લાગે છે કે રશિયા સામે બિન-પરમાણુ દેશમાં જો પરમાણુ શક્તિ ધરાવતા દેશો હથિયારોનો ઉપયોગ કરે છે, તો તે રશિયા સામે લશ્કરી ખતરો છે. આવા જોખમોથી બચવા માટે પરમાણુ હથિયારોનો પણ ઉપયોગ કરી શકાય છે. રશિયાની ન્યુક્લિયર ડિટરન્સ ફોર્સમાં જમીન, સમુદ્રી અને હવાઈ સેના સામેલ છે.

એટલે કે રશિયા આ ત્રણેય જગ્યાએથી દુશ્મન પર હુમલો કરશે. રશિયા પૂરો પ્રયાસ કરી રહ્યું છે કે, કોઈ પણ પ્રકારના વધુ યુદ્ધ ન થાય. ખાસ કરીને પરમાણુ યુદ્ધ ન થાય. આથી રશિયાએ આખા વિશ્વને ચેતવણી આપી દીધી છે કે જો કોઈ રશિયા વિરુદ્ધ બેલેસ્ટિક મિસાઈલ છોડશે તો રશિયા તેની વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરી શકે છે.

નવા પરમાણુ સિદ્ધાંત પ્રમાણે જો પરમાણુ શક્તિ ધરાવતા દેશની મદદથી રશિયા પર મિસાઈલ હુમલો કરવામાં આવે છે, તો આવી સ્થિતિમાં તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માટે મુક્ત રહેશે. રશિયાના પરમાણુ સિદ્ધાંતને બદલવાની પ્રક્રિયા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી, પરંતુ આ અઠવાડિયે ફેરફારને મંજૂરી આપીને પુતિને યુક્રેનને રશિયા વિરુદ્ધ લોન્ગ રેન્જ અમેરિકન મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાના અમેરિકન પ્રમુખ જો બાઈડેનના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.


Google NewsGoogle News