રશિયન પ્રમુખ પુતિને પોતાના જ એઆઈ વર્ઝન સાથે વાતો કરી, વાંચો કેવા જવાબ મળ્યા
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર 2023 શુક્રવાર
હસ્તીઓના ડીપફેક વીડિયો AI વર્જન સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, પરંતુ એક સેલિબ્રિટી પોતે પોતાના AI વર્જનથી રૂબરૂ થયા. તેની સાથે સવાલ-જવાબ કર્યા. ઘણા એવા સવાલ પૂછ્યા, જેના તેમને ઘણા રસપ્રદ જવાબ પણ મળ્યા. પોતાના AI વર્જનથી વાત કરીને તેઓ એટલા ચોંકી ગયા કે તેમની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર આ ડીપફેક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ AI વર્જન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું છે, જેનાથી એક લાઈવ શો દરમિયાન તેઓ પોતે રૂબરૂ થયા. પોતાના ડુપ્લીકેટ સાથે તેમણે અમુક પ્રશ્ન પૂછ્યા, જેના જવાબ સાંભળીને તેઓ દંગ રહી ગયા અને હસતા નજર આવ્યા.
AI વર્જને પુતિનને આ પ્રશ્ન પૂછ્યા
રશિયન રાષ્ટ્રપતિ પુતિન એક કોન્ફરન્સ દરમિયાન લોકોના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમની સામે તેમનો પોતાનો ડુપ્લીકેટ આવ્યો તો તેઓ ચોંકી ગયા. તેમણે તેની સાથે વાતચીત કરી તો તેણે કહ્યુ કે હું તમારુ AI વર્જન છુ. AI વર્જને પુતિનને પૂછ્યુ કે હું વ્લાદિમીર વ્લાદિમીરોવિચ, સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છુ. હું પૂછવા ઈચ્છુ છુ કે શું આ સત્ય છે કે તમારી પાસે ખૂબ ડબલ્સ છે? તમે તે જોખમને કેવી રીતે જુઓ છો, જે ટેકનોલોજી આપણા જીવનમાં લાવે છે? જવાબમાં રશિયન વ્લાદિમીર પુતિને પણ રસપ્રદ જવાબ આપ્યો અને પ્રશ્ન પણ પૂછ્યા. સાથે જ AI વર્જનના મગજમાં ચાલી રહેલી મૂંઝવણને પણ ઉકેલવાનો પ્રયત્ન કર્યો.
જવાબમાં રશિયન રાષ્ટ્રપતિએ આ કહ્યુ
પોતાના AI વર્જનથી રશિયન રાષ્ટ્રપતિ પુતિને પૂછ્યુ કે તમે મારા જેવા હોઈ શકો છો. મારા અવાજમાં બોલી શકો છો પરંતુ આ વિશે ઘણુ વિચાર્યુ છે. એક નિર્ણય પણ કર્યો છે કે માત્ર એક વ્યક્તિએ મારા જેવુ હોવુ જોઈએ. મારા અવાજમાં બોલવુ જોઈએ અને તે હું છુ. આમ તો આ મારુ પહેલુ ડબલ છે. પુતિને યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલા પ્રશ્નોનો જવાબ આપતા કહ્યુ કે યુક્રેનને લઈને તેમનુ જે લક્ષ્ય છે, તે રહેશે. તે લક્ષ્યમાં કોઈ પરિવર્તન આવશે નહીં. લક્ષ્ય પૂરુ થવા સુધી શાંતિ કાયમ હશે નહીં. નાજીવાદનો ખાત્મો, અસૈન્યકરણ સૌથી જરૂરી ટાર્ગેટ છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કરવા માટે સૈનિક આ લક્ષ્યોને નક્કી કરીને મોકલવામાં આવ્યા હતા, જે પણ હોય AI મજેદાર છે.