Get The App

'હું ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર...', પુતિને મુક્ત મને કરી વાત, યુદ્ધનો અંત લાવવા સંકેત પણ આપ્યા!

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
'હું ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર...', પુતિને મુક્ત મને કરી વાત, યુદ્ધનો અંત લાવવા સંકેત પણ આપ્યા! 1 - image


Donald Trump and Putin News | રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પને જીતના બીજા દિવસે 47મા રાષ્ટ્રપતિ તરીકે અમેરિકાની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકાની ચૂંટણીના પરિણામો અંગે પહેલી પ્રતિક્રિયા આપતાં રશિયન પ્રમુખે કહ્યું કે હું ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે તૈયાર છું. અમેરિકા-રશિયાના સંબંધો ફરી મજબૂત થવા જોઈએ અને આ દરમિયાન પુતિને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પુતિને આપ્યું મોટું નિવેદન 

ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકા અને રશિયા એમ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ છે. ખાસ કરીને યુક્રેન માટે અમેરિકાના સમર્થનને કારણે રશિયા વધારે ખીજાય છે. પુતિને કહ્યું કે કે રશિયા અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે તૈયાર છે, પરંતુ હવે અમેરિકાના હાથમાં છે કે તે શું ઇચ્છે છે. સોચીના બ્લેક સી રિસોર્ટમાં ભાષણ આપ્યા બાદ એક આંતરરાષ્ટ્રીય મંચ પર પુતિને કહ્યું, હું તેમને(ટ્રમ્પ) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટવા બદલ અભિનંદન આપું છું. ટ્રમ્પે રશિયા સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને યુક્રેનિયન સંકટને સમાપ્ત કરવામાં મદદ કરવાની વાત પણ કરી છે. બીજી વખત ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બનવાથી તમે શું અપેક્ષા રાખો છો, તેના જવાબમાં પુતિને કહ્યું, "મને ખબર નથી કે હવે શું થશે. મને કોઈ ખ્યાલ નથી. આ તેમનો છેલ્લો રાષ્ટ્રપતિ કાર્યકાળ હશે. તેઓ શું કરશે તે નક્કી નથી. 

પુતિને ટ્રમ્પને બહાદુર માણસ ગણાવ્યા

રશિયન પ્રમુખે એમ પણ કહ્યું હતું કે જુલાઈમાં થયેલી હત્યાના પ્રયાસ બાદ ટ્રમ્પે જે રીતે પોતાની જાતને સંભાળી તેનાથી હું પ્રભાવિત થયો હતો. તે ખરેખર એક "બહાદુર માણસ" છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભવ્ય રીતે વિજય મેળવ્યો છે. 

'હું ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર...', પુતિને મુક્ત મને કરી વાત, યુદ્ધનો અંત લાવવા સંકેત પણ આપ્યા! 2 - image




Google NewsGoogle News