યુક્રેન-અમેરિકાનું ટેન્શન વધ્યું, રશિયાએ ઉ.કોરિયા સાથે મળી કરી તૈયારી, 50000 સૈનિકો હુમલો કરશે!
Russia And Ukrain War: રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં સ્થિતિ સતત વણસી રહી છે. ગઈકાલે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કોમાં 34 ડ્રોન વડે હુમલો કર્યો હતો. જો કે, રશિયાની સુરક્ષા સેનાએ તમામ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. રશિયા યુક્રેન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો મળ્યા છે.
રશિયા મોટો હુમલો કરવા સજ્જ
રશિયાના કુર્સ્ક પ્રાંતમાં યુક્રેનના ઠેકાણાઓ પર રશિયા ઉત્તર કોરિયન સેના સાથે મળી મોટા હુમલાઓની તૈયારીઓ કરી રહ્યું છે. આશરે 50 હજાર રશિયન અને ઉત્તર કોરિયન સૈનિકો આ હુમલામાં ભાગ લેવા માટે સજ્જ હોવાના અહેવાલો મળ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કીએ ગુરૂવારે જ નિવેદન આપ્યું હુતં કે, ઉત્તર કોરિયાના 11 હજાર સૈનિકો રશિયાના એવા વિસ્તારોમાં તૈનાત છે, કે જ્યાંથી યુક્રેન હુમલો કરવા પ્રવેશી રહ્યું હતું.
આ પણ વાંચોઃ ભારતની જાણીતી એરલાઇન્સ બની જશે ઈતિહાસ, એર ઈન્ડિયામાં થવા જઈ રહ્યું છે મર્જર
ઉત્તર કોરિયાના સૈનિકો યુદ્ધમાં ભાગ લેશે
યુક્રેનના કમાન્ડરે જણાવ્યા પ્રમાણે, ઉત્તર કોરિયન સૈનિકો કુર્સ્કમાં યુદ્ધમાં સીધો ભાગ લઈ રહ્યા છે. જેલેન્સ્કીએ પોતાના સમર્થક દેશોને રશિયામાં તૈનાત ઉત્તર કોરિયન સેનાને દૂર કરવા અપીલ કરી છે. પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. જેના પગલે હવે યુક્રેન ઉત્તર કોરિયન સેનાના ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે.
વિશ્વની મહાસત્તાઓ તમાશો જોઈ રહી છે
જેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, યુક્રેન રશિયાની અંદર ટાર્ગેટ પર હુમલો કરવા મટે પશ્ચિમી દેશોમાં નિર્મિત લાંબા અંતરની મિસાઈલનો ઉપયોગ મંજૂરી વિના કરી શકે તેમ નથી. બીજી તરફ અમેરિકા, બ્રિટન, અને જર્મની તમાશો જોઈ રહ્યું છે કે, ક્યારે ઉત્તર કોરિયાના સેના યુક્રેનના લોકો પર હુમલો કરે...