મુસ્લિમ મહિલાઓના 'હિજાબ' અંગે રશિયન સરકારનો મોટો નિર્ણય, 1997માં મૂકાયેલો પ્રતિબંધ હટ્યો
Image: Facebook
Russia Gift to Muslims: રશિયા તરફથી મુસ્લિમોને મોટી ભેટ આપવામાં આવી છે. રશિયન સરકારે પાસપોર્ટમાં હેડસ્કાર્ફ વાળા ફોટો માટે મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ત્યાં મહિલાઓને હેડસ્કાર્ફ કે પછી હિજાબ વાળા ફોટો પાસપોર્ટમાં ઉપયોગ કરવાનો અધિકાર રહેશે. રશિયાના ગૃહ મંત્રાલય તરફથી આ જાણકારી મળી છે. આ કાયદો રવિવારથી દેશમાં લાગુ થઈ જશે અને રાષ્ટ્રીય સુરક્ષાને જાળવી રાખતાં ધાર્મિક માન્યતાઓનું પણ સન્માન કરાશે.
રિપોર્ટ અનુસાર પાસપોર્ટના ફોટોના કારણે મુસ્લિમ મહિલાઓ ચહેરાને વધુ કવર કરી શકતી નથી. દરમિયાન નવા કાયદા હેઠળ તેમને માથુ ઢાંકેલો ફોટો પાસપોર્ટ માટે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે. જોકે, આ દરમિયાન તેઓ દાઢી ઢાંકેલી તસવીરનો ઉપયોગ કરી શકશે નહીં.
રશિયામાં કઈ બાબતો પર અસર નાખશે આ ફેરફાર?
આ ફેરફાર પાસપોર્ટ એપ્લિકેશન્સ, ડ્રાઈવિંગ લાયસન્સ, વર્ક પર્મિટ્સ અને પેટેન્ટ્સ વગેરે સાથે જોડાયેલો છે. રશિયન પાર્લિયામેન્ટ્રી ગેજેટ ને સ્ટેટ ડ્યૂમા સિક્યોરિટી અને એન્ટી કરપ્શન કમિટીના સભ્ય બિયસુલ્તાન ખામજેવે જણાવ્યું કે રશિયન સરકારનો આ નિર્ણય દેશની સુરક્ષાની સાથે ધાર્મિક માન્યતાઓનું પણ સન્માન કરે છે.
1997માં પ્રતિબંધ લાગ્યો, પછી 2003માં ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું
સોવિયત સંઘ દરમિયાન મહિલાઓને પાસપોર્ટમાં હેડ સ્કાર્ફ વાળા ફોટોનો ઉપયોગ કરવા દેવામાં આવતો નહોતો. જોકે, વર્ષ 1991 બાદ મુસ્લિમ મહિલાઓએ એવી તસવીરોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જે બાદ 1997 માં તેની પર પ્રતિબંધ મૂકાયો હતો અને બાદમાં વર્ષ 2003માં રશિયાની સુપ્રીમ કોર્ટે તેને ગેરકાયદેસર જાહેર કરી દીધુ હતું. દરમિયાન તાજેતરના પગલાં હેઠળ રશિયન સરકારે 27 વર્ષ બાદ તેના પરથી પ્રતિબંધ હટાવ્યો છે.