Get The App

રશિયન અબજપતિનો 100 બાળકના પિતા હોવાનો દાવો, ટેલિગ્રામના સ્થાપક બન્યાં વિકી ડૉનર

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
રશિયન અબજપતિનો 100 બાળકના પિતા હોવાનો દાવો, ટેલિગ્રામના સ્થાપક બન્યાં વિકી ડૉનર 1 - image


- ટેલિગ્રામના સ્થાપક બન્યા વિકી ડોનર

- મિત્રને મદદ કરવાના હેતુથી વીર્યદાનને મિશન બનાવ્યું, વિશ્વના બાર દેશોમાં સોથી વધુ બાળકોને જન્મ આપ્યો

નવી દિલ્હી : ટેલીગ્રામના સ્થાપક અને સીઈઓ પાવેલ ડુરોવે તાજેતરમાં પોતે એકસોથી વધુ બાળકોનો બાયોલોજિકલ પિતા હોવાનો દાવો કર્યો હતો. આશરે પંદર વર્ષ અગાઉ ડુરોવને પ્રજનનક્ષમતાની સમસ્યા ધરાવતા તેના એક મિત્રએ વીર્યદાન કરવાની વિનંતી કરી હતી. શરૂઆતમાં આશ્ચર્ય પામેલા ડુરોવે આખરે પ્રજનન ક્લિનિક ડાયરેક્ટર સાથે વધુ ચર્ચા પછી સહમતી આપી હતી. ક્લિનિક ડાયરેક્ટરે ડુરોવને વિશ્વમાં ઉચ્ચ ગુણવત્તાના વીર્યની જરૂરીયાત તેમજ વીર્યદાન એક સામાજિક ફરજ હોવા વિશે સમજણ આપી હતી.

આ બાબતમાં વધુ રસ પડતા ડુરોવે વીર્યદાન કરવાનું શરૂ કર્યું જેના કારણે વિશ્વના બાર દેશોમાં તેના એકસોથી વધુ બાળકો છે. ડુરોવે જણાવ્યું કે કેટલીક ક્લિનિકોએ હજી પણ તેના વીર્ય અજાણ્યા જરૂરતમંદને આપવા સંગ્રહ કરીને રાખ્યા છે. 

ડુરોવ તેના ડીએનએની માહિતી સાર્વજનિક કરવાની યોજના ધરાવે છે જેથી તેના બાયોલોજિકલ બાળકો પરસ્પર સંપર્ક કરી શકે. ડુરોવે પોતાના ફાળા બદલ ગર્વ વ્યક્ત કર્યો છે અને સ્વસ્થ વીર્યની વૈશ્વિક તંગી પ્રત્યે જાગૃતિ કેળવવાના તેમજ વીર્યદાનને નિષ્કલંક કરવાના મહત્વ પર ભાર મુક્યો હતો.

ડુરોવની જાહેરાતથી સોશિયલ મીડિયા પર સારું એવું ધ્યાન ખેંચાયું છે. ઓટિસમ કેપિટલે ડુરોવની જાહેરાતને મહત્વ આપ્યું હતું તો વિખ્યાત અબજપતિ ઈલન મસ્કે રમૂજમાં તેની સરખામણી ચંગીસખાન સાથે કરી હતી.

જાહેર પ્રતિસાદોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો જેમાંથી કેટલાકે ટેકનોલોજી સીઈઓની બાળકો બાબતે સ્પર્ધા જેવો અભિગમ અપનાવવા માટે ટીકા કરી હતી. તેમના મતે ડુરોવ બાળકોને પ્રેમ કર્યા વિના તેની સંખ્યા બદલ ગર્વ અનુભવી રહ્યો હતો જ્યારે કેટલાકે ડુરોવની સરખામણી વિશ્વના સૌથી સફળ મનુષ્ય તરીકે કરી હતી.


Google NewsGoogle News